Not Set/ રાજકોટ  હિટ એન્ડ રન : બેકાબુ કારે સર્જ્યો અકસ્માત, 3 કારોને લીધી હડફેટે

સરકારના નવા મોટર વાહન કાયદાનો લોકોમાં સહેજ પણ ડર  દેખાઇ રહયો  નથી. લોકો બિન્દાસ પણે ઓવર સ્પીડે વાહન હંકારતા રસ્તા પર જોવા મળે છે. અને એ તો ઠીક છે પણ રસ્તા ને સ્ટંટ નું મેદાન સમજી ને વાહન હંકારે ત્યારે બીજા માટે ઘણું જોખમી બની જતું હોય છે. આવું જ એક ઘટના રાજકોટના 150ના રિંગ […]

Top Stories Gujarat Rajkot

સરકારના નવા મોટર વાહન કાયદાનો લોકોમાં સહેજ પણ ડર  દેખાઇ રહયો  નથી. લોકો બિન્દાસ પણે ઓવર સ્પીડે વાહન હંકારતા રસ્તા પર જોવા મળે છે. અને એ તો ઠીક છે પણ રસ્તા ને સ્ટંટ નું મેદાન સમજી ને વાહન હંકારે ત્યારે બીજા માટે ઘણું જોખમી બની જતું હોય છે.

આવું જ એક ઘટના રાજકોટના 150ના રિંગ રોડ પર અવાર નવાર બનતી રહે છે. જેમાં ગત મોડી રાત્રે  એક કાર ચાલકે 3 કાર સાથે એક બાળકીને અડફેટે લેતાં મોટો અકસ્માત થયો છે. કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. કારની ટક્કરે 3 કાર અથડતાં બે કારના બોનેટ તૂટી ગયા હતા. જ્યારે હ્યુંડાઈ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારના ચાલકોને પણ નાની મોટી ઇજા થઈ હતી જ્યારે એક બાળકી આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.