Google Maps Biggest Update: જો તમે અજાણ્યા રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરતી વખતે વારંવાર કન્ફ્યુઝ થાવ છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ગૂગલ (Google) દ્વારા તેની મેપિંગ સર્વિસ ‘Google Maps’ માટે અત્યાર સુધીનો સૌથી મોટો અપડેટ રિલીઝ કરવામાં આવ્યો છે. હવે ગૂગલ મેપ્સ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. મેપમાં હવે બધું જ 3D માં જોવા મળશે અને રસ્તો શોધવા માટે ટાઇપ કરવાની ઝંઝટ પણ ખતમ થઈ ગઈ છે!

“100 મીટર આગળથી જમણે વળો” વાળું ટેન્શન ખતમ!
અત્યાર સુધી ગૂગલ મેપમાં એવી સૂચના મળતી હતી કે “આગળ 100 મીટરથી જમણે વળો”, પરંતુ જો ત્યાં એકસાથે બે રસ્તા ફંટાતા હોય તો ડ્રાઇવર ઘણીવાર મૂંઝવણમાં મુકાઈ જતો હતો. ગૂગલના નવા અપડેટ બાદ હવે આ સમસ્યાનો કાયમી અંત આવી ગયો છે. હવે મેપ તમને માત્ર અંતર જ નહીં, પણ ચોક્કસ બિલ્ડિંગ કે લેન્ડમાર્કનો ઉલ્લેખ કરીને રસ્તો બતાવશે, જેમ કે “આગળ આવેલી હોસ્પિટલ કે સ્કૂલ પાસેથી જમણે વળો”. આ ઉપરાંત, મેપની સ્ક્રીન પર હવે બિલ્ડિંગ્સ, બાયપાસ અને ટ્રાફિક સિગ્નલની લાઈટ્સ પણ એકદમ રિયલ અને આધુનિક 3D ઇફેક્ટ સાથે જોવા મળશે, જેનાથી ડ્રાઇવિંગ ઘણું સરળ બનશે.
એન્ટ્રી થઈ Gemini AI ની
ગૂગલે મેપ્સની અંદર પોતાની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સિસ્ટમ ‘Gemini’ને ફિટ કરી દીધી છે, જેના માટે યુઝર્સને હવે સ્ક્રીન પર એક નવું “Ask Maps” બટન જોવા મળશે. આ ફીચરની મદદથી હવે તમારે કોઈ ચોક્કસ હોટલનું નામ ટાઇપ કરવાની જરૂર નથી, પરંતુ તમે મેપને એક મિત્રની જેમ કહી શકો છો કે, “મારા ૪ મિત્રો માટે કોઈ સારી વેજિટેરિયન હોટલ શોધી આપો.” એટલું જ નહીં, જો તમારી ઈલેક્ટ્રિક કારની બેટરી ઉતરવા આવી હોય, તો તમે એવી પણ સૂચના આપી શકો છો કે, “એવું EV ચાર્જિંગ સ્ટેશન શોધો જેની આસપાસ જમવા માટે હોટલ પણ હોય.” ગૂગલ મેપ આ સૂચનાઓને સમજીને જાતે જ બધું શોધીને તમારી સામે શ્રેષ્ઠ વિકલ્પો રજૂ કરી દેશે.
We’re bringing new capabilities powered by Gemini models to @googlemaps.
With Ask Maps, get answers to complex questions about any place you want. For example it can help with complex requests like “Find me the best 3-hour family hikes in the Grand Tetons and a spot for a packed… pic.twitter.com/9jc5nQq4C5
— Sundar Pichai (@sundarpichai) March 12, 2026
Google Maps: સ્ટ્રીટ વ્યુ + સેટેલાઇટ વ્યુ
Gemini AI ની મદદથી ગૂગલ મેપ્સે ‘સ્ટ્રીટ વ્યુ’ અને ‘સેટેલાઇટ વ્યુ’ ને મિક્સ કરી દીધા છે. આનાથી તમે જે જગ્યાએ જવાના છો, ત્યાંની બિલ્ડિંગ અને રસ્તાઓનો એકદમ વાસ્તવિક 3D નજારો તમારા ફોનની સ્ક્રીન પર દેખાશે.

ભારતના યુઝર્સ માટે આજથી જ ઉપલબ્ધ!
સૌથી ખુશીની વાત એ છે કે, ગૂગલ મેપ્સનો આ ધમાકેદાર અપડેટ અમેરિકાની સાથે-સાથે ભારતના યુઝર્સને પણ આજથી જ મળવાનો શરૂ થઈ ગયો છે. તમારે માત્ર તમારા ફોનના પ્લે સ્ટોર (Play Store) કે એપલ એપ સ્ટોર (App Store) માં જઈને Google Maps એપ્લિકેશનને અપડેટ કરવાની રહેશે.
એક મજેદાર વાત: ગૂગલે આ નવા અપડેટનો જે પ્રમોશનલ વિડીયો રિલીઝ કર્યો છે, તેમાં એક રમુજી બાબત જોવા મળી. ગૂગલે પોતાની પ્રોડક્ટ ‘Android Auto’ ની જગ્યાએ હરીફ કંપની એપલના ‘Apple Carplay’ ની સ્ક્રીન પર આ નવો મેપ ચલાવીને બતાવ્યો છે!
આ પણ વાંચો:Chrome વાપરનારાઓ માટે ભારત સરકારની હાઈ-રિસ્ક ચેતવણી, હેકર્સ કરી શકે છે તમારા ડેટાની ચોરી
આ પણ વાંચો:એન્ડ્રોઇડ ફોનમાં જોવા મળી ગંભીર ખામી, તમારા પર્સનલ ડેટાને બચાવવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ
