Today Special: આજે 13 માર્ચના રોજ ‘વિશ્વ નિંદ્રા દિવસ’ (World Sleep Day 2026) છે. વિશ્વભરમાં આજે ‘વર્લ્ડ સ્લીપ ડે’ મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો ઉદ્દેશ્ય લોકોને સારી અને પર્યાપ્ત ઊંઘના મહત્વ વિશે સમજાવવાનો છે. કારણ કે, યોગ્ય નિંદ્રા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરુરી છે. તો ચાલો જાણીએ, ‘વર્લ્ડ સ્લીપ ડે’ ના મહત્વ અને થીમ વિશે…
‘વિશ્વ નિંદ્રા દિવસ’ (World Sleep Day 2026) ની થીમ
આ વર્ષે વિશ્વ નિંદ્રા દિવસ 2026 ની થીમ (Theme) છે,
‘Sleep Well, Live Well’
અર્થાત્
‘સારી ઊંઘ લો, સારી રીતે જીવો’….
આ વિશેષ દિવસની થીમ એ બાબત પર ભાર મૂકે છે કે, સારી ઊંઘ શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવા માટેનો એક અનિવાર્ય હિસ્સો છે.

આઠ કલાકથી પણ વધારે ઓછો સમયની ઊંઘ જોખમી
અમેરિકાના ‘સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન’ અનુસાર, આસરે 73 ટકા હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ (High School Students) દિવસના આઠ કલાકથી પણ ઓછી ઊંઘ લે છે. ભારત (India)માં તો એનાથીયે ચિંતાજનક પરિસ્થિતિ છે. વિવિધ માધ્યમોના રિસર્ચ અનુસાર, 80 થી 90 ટકા કિશોરો કોઇ ને કોઇ સ્તરે ઊંઘની કમીનો સામનો કરી રહ્યાં છે. કેટલાય સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે આશરે 64 ટકા કિશોરો આઠ કલાકથી પણ ઓછી ઊંધ લે છે, જ્યારે વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, દરરોજની 8 થી 10 કલાકની ઊંઘ (8-10 Hours Sleep) આવશ્યક હોય છે.
કેટલાયે આંતરરાષ્ટ્રીય અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે, જે લોકોને ઊંઘ સાથે સંલગ્ન સમસ્યાઓ હોય છે એમનામાં આત્મહત્યા (Suicide)ના વિચારો અને પ્રયાસોનું જોખમ સામાન્ય લોકોની સરખામણીમાં 2 થી 3 ગણું વધારે હોય છે.

દેશમાં વધતું તણાવનું સ્તર
આજના સમયમાં જ્યારે લોકો સતત કામ કરી રહ્યાં છે અને સતત જોડાયેલા રહેવાને અધિક પ્રાથમિકતા આપે છે ત્યારે ઊંઘ એ એવી વસ્તુ છે કે જેનો ભોગ લેવાઇ રહ્યો છે. મોડી રાત સુધી મોબાઇલનો વપરાશ, કામનું દબાણ (Mobile Usage, Work Pressure) અને સતત સક્રિય રહેવાની ઇચ્છાએ આપણી ઊંઘવાની ટેવોને બદલી નાખી છે!
વૈજ્ઞાનિક રિસર્ચ દર્શાવે છે કે, ઊંઘ એ કેવળ બ્રેક નથી પણ માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય (Mental & Emotional Health)નો એક ભાગ પણ છે. ખરાબ ઊંઘ બીજા દિવસ માટે થાક ઉપજાવે છે અને ધીમે-ધીમે મૂડ પણ ખરાબ થાય છે, ઇમ્યૂનિટી (Immunity) નબળી થાય છે અને સ્ટ્રેસ (Stress) વધી જાય છે.
નિષ્ણાતો શું કહે છે?
એક્સપર્ટના મતે, સારી ઊંઘની ટેવ અપનાવવી એ માનસિક સ્પષ્ટતા અને સ્વાસ્થ્ય માટે સૌથી અસરકારક રીત છે. આપણા શરીરમાં 24 કલાકની એક નેચરલ ક્લોક હોય છે જેને સર્કેડિયન રિધમ (Circadian Rhythm) કહેવામાં આવે છે. નિષ્ણાતો જણાવે છે કે સૂર્યનો પ્રકાશ આપણા શરીરને એલર્ટ અથવા આરામ માટે તૈયાર કરે છે. જેમ-જેમ દિવસ ઢળે છે એમ એમ મગજમાં મેલાટોનિનનું સ્તર (Melatonin levels) વધતુ જાય છે અને આપણું શરીર સૂવા માટે તૈયાર થાય છે. પરંતુ, આજકાલ મોબાઇલ અને ડિજિટલ ડિવાઇસની બ્લ્યૂ લાઇટ મેલાટોનિનને પ્રભાવિત કરે છે જેનાથી દિમાગ સતત એક્ટિવ રહે છે.

ઊંઘ અને સ્ટ્રેસનો સંબંધ
ઊંઘ અને તણાવનો સીધો જ સંબંધ છે. સ્ટ્રેસ હોર્મોન જેમ કે, કોર્ટિસોલ (Cortisol Stress Hormone) ઊંઘ આવવામાં મુશ્કેલી પેદા કરી શકે છે અને ગાઢ નિંદ્રાનો સમય ઓછો કરી નાખે છે. જ્યારે આપણે સારી ઊંઘ નથી લઇ શકતા ત્યારે નાની-નાની બાબતો પણ તણાવપૂર્ણ લાગવા લાગે છે કારણ કે, આપણી ભાવનાત્મક તાકાત ઓછી થઇ જાય છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે, ઊંઘની ઉણપથી યાદશક્તિ, ધ્યાન અને ભાવનાત્મક સ્થિરતા પર અસર પડે છે. લાંબા સમય સુધી આ સમસ્યાઓ ચિંતા, ડિપ્રેશન અને થાકનું કારણ બની શકે છે. ઊંઘ માત્ર માનસિક નહિં પણ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ જરુરી છે.
ઊંઘ શરીરની હિલીંગ પ્રક્રિયાને સપોર્ટ કરે છે અન અનેક સિસ્ટમનું સંતુલન બનાવી રાખે છે. સતત ઊંઘની ઉણપથી શરીરમાં સ્ટ્રેસ વધે છે અને કોર્ટિસલનું સ્તર પણ વધે છે જેથી મૂડ, એનર્જી અને વિચારક્ષમતા પર એની પ્રતિકૂળ અસરો પડે છે. આને પરિણામે હાઈ બ્લડ પ્રેશર અથવા તો મેટાબોલિક ડિસઓર્ડર જેવા રોગોનું જોખમ પણ વધી જાય છે! દરરોજ એક જ સમયે ઊંઘવાની ટેવ આપણા શરીરની ક્લોકને રેગ્યુલેટ કરે છે. ઊંઘતા પહેલા મોબાઇલ અથવા તે સ્ક્રિનથી દૂર રહેવું અત્યંત જરુરી છે કારણ કે, ઊંઘના હોર્મોન્સને એ પ્રભાવિત કરે છે.

આ પદ્ધતિ અજમાવો
સારી ઊંધ (Good Sleep) લેવા માટે આટલા પગલાં જરુરી છે.
1. શાંત વાતાવરણ
2. હળવી લાઇટ
3. ઓછો અવાજ
4. આરામદાયક જગ્યા
5. કેફિન ઓછું લેવું
6. ઊંઘતા પહેલા ડાયરી લખવી
7. ઊંડા શ્વાસ લેવા
8. સંગીત સાંભળવું
પ્રોડક્ટિવિટી (Productivity)ના ઝનૂનમાં મોટા ભાગે ઊંઘને નજરઅંદાજ કરવામાં આવે છે પરંતુ સારી ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય બહેતર રહે છે, ફોકસ સારું રહે છે અને મગજની ભાવનાત્મક શાંતિ જળવાય છે.
ઊંઘને પ્રાથમિકતા આપવી એ કેવળ તમારા આગળના દિવસે તરોતાજા રહેવા માટે જરુરી નથી પરંતુ, માનસિક સ્પષ્ટતા, મજબૂત ઇમ્યૂનિટી અને નિયંત્રિત લાઇફ માટે પણ જરુરી છે. જ્યારે ઊંઘ આપણી દિનચર્યાનો એક જરુરી હિસ્સો બની જાય છે ત્યારે મગજ અને શરીર બંનેને લાંબા સમય સુધી ફાયદો મળે છે.
આ પણ વાંચો: શા માટે મનાવાય છે ‘વિશ્વ NGO દિવસ’…..શું છે એનો ઇતિહાસ અને ઉદ્દેશ્ય?
આ પણ વાંચો: ‘જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે’…માતૃભાષાના સંવર્ધનના પ્રતીકસમો ‘ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે’…
આ પણ વાંચો: પ્રત્યેક વ્યક્તિને સમાનતા અને સન્માન સહિત જીવવાનો પૂર્ણ અધિકાર…1 માર્ચે ‘શૂન્ય ભેદભાવ દિવસ’ની ઉજવણી…
