Not Set/ #Covid19/ અમેરિકામાં કોરોનાએ લીધો 79 હજારથી વધુ લોકોનો ભોગ, છેલ્લા 24 કલાકમાં 776 લોકોની થઇ મોત

અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ કોરોના વાયરસથી થઇ છે. વિશ્વમાં શક્તિશાળી કહેવાતા અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 79,522 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી અમેરિકા માટે થોડી રાહત હોવાના સમાચાર પણ છે. અહીં કોરોનાની ઝડપ ધીમે ધીમે ઓછી થઈ રહી છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 776 લોકોનાં મોત નીપજ્યાં છે. […]

World

અમેરિકામાં વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ કોરોના વાયરસથી થઇ છે. વિશ્વમાં શક્તિશાળી કહેવાતા અમેરિકામાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 79,522 લોકોનાં મોત નીપજ્યાં છે. વળી અમેરિકા માટે થોડી રાહત હોવાના સમાચાર પણ છે. અહીં કોરોનાની ઝડપ ધીમે ધીમે ઓછી થઈ રહી છે.

જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 776 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પ્રથમ વખત છે જ્યારે કોરોના વાયરસથી મૃત્યુનો આંક એક હજાર કરતા ઓછો રહ્યો છે. માર્ચથી, કોરોના વાયરસને કારણે યુ.એસ. માં દરરોજ 1,000 થી 2500 લોકો મૃત્યુ પામે છે. રવિવાર પહેલીવાર એવુ બન્યુ હતુ જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે મૃત્યુઆંક 1000 થી ઓછો રહ્યો છે.

યુ.એસ. માં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 79,522 લોકોનાં મોત નીપજ્યાં છે. ન્યૂયોર્કમાં સૌથી વધુ મોત થયા છે. યુએસ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સનો અંગત સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તે એકાંતમાં ગયા છે. વળી યુરોપમાં કોરોના ચેપનાં વધતા જતા કેસોને કારણે લોકડાઉન 1 જૂન સુધી લંબાવવામાં આવ્યુ છે. આપને જણાવી દઇએ કે કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 2 લાખ 80 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.