Today Special: પ્રત્યેક વર્ષે માર્ચના મહિનામાં ‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ (National Safety Day 2026, 4 March) મનાવવામાં આવે છે. આ વિશેષ દિવસ દુર્ઘટનાઓને રોકવા માટે કરવામાં આવતા સલામતીના ઉપાયો વિશે લોકજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી મનાવવામાં આવે છે. ‘રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ’ આખું અઠવાડિયું મનાવવામાં આવે છે જે 4 માર્ચ થી 10 માર્ચ સુધી ચાલે છે અને આ સપ્તાહ દરમિયાન, વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને સુરક્ષિત રહેવા માટે સતર્ક કરવામાં આવે છે.
પરંતુ શું તમે જાણો છો કે, આ વિશેષ દિવસને માર્ચ મહિનામાં જ મનાવવામાં શાથી આવે છે? તો ચાલો જાણીએ ‘નેશનલ સેફ્ટી ડે’ નો ઇતિહાસ, મહત્વ અને થીમ (History, Importance & Theme) વિશે વિસ્તૃતપણે…

કેમ મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ (National Safety Day 2026)?
પ્રતિ વર્ષ માર્ચ મહિનામાં 4 માર્ચના રોજ ‘નેશનલ સેફ્ટી ડે’ અને સલામતી સપ્તાહ મનાવવામાં આવે છે. આ દિવસ ઉપરાંત, આખુ અઠવાડિયું સુરક્ષા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટેના વિવિધ પ્રયાસો કરવામાં આવે છે અને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
4 માર્ચે જ ‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ મનાવવા પાછળ વિશેષ કારણ છે. વાસ્તવમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ’ની સ્થાપના બાદ, 4 માર્ચ 1972 ના રોજ ઉજવવાની શરુઆત થઇ હતી. આ પરિષદનું કાર્ય દુર્ઘટનાઓને રોકવા માટે લાગુ કરવામાં આવેલા સુરક્ષા ઉપાયો વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
આ દિવસનું આયોજન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (National Security Council, NSC) દ્વારા કરવામાં આવે છે અને આ બિન-નફાકારક સંગઠનનું એકમાત્ર લક્ષ્ય કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્યના નિયમોનું પાલન સુનિશ્ચિત કરીને અકસ્માતોને રોકવાનો છે.
આ વિશેષ દિવસ કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્યના ધોરણો (Safety & Health Standards)ને ઉત્તેજન આપવા માટે મનાવાય છે. જે લોકોનું મૃત્યુ કાર્યસ્થળ પર કામ કરવા દરમિયાન થયેલી ઈજાથી અથવા તો કોઈ બીમારી થવાથી થયું હોય એમના સન્માન માટે ‘શ્રમિક સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવે છે.
ભારતમાં તમામ ક્ષેત્રોમાં સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટેના અનેક નિયમો અને કાયદા (Laws) અમલમાં છે

સુરક્ષિત રહેવાના ઉપાયો
1. ઔદ્યોગિક ક્ષેત્રોમાં હેલમેટ, સેફ્ટી ગ્લોવ્ઝ અને માસ્ક પહેરવાની ટેવ પાડવી.
2. રસ્તાઓ પર ટ્રાફિકના નિયમો (Traffic Rules)નું પાલન કરવું તથા હેલમેટ અને સીટબેલ્ટ અનિવાર્ય રીતે પહેરવાની આદત સ્વયં રાખવી અને તમારા સ્વજનોને પણ એમ કરવા પ્રેરિત કરવા.
3. ઘરમાં ગેસ સિલિન્ડર, વિજળીના ઉપકરણો અને કેમિકલ્સનો ઉચિત રીતે ઉપયોગ કરવો.

4. સાયબર સુરક્ષા (Cyber Security) માટે એક મજબૂત પાસવર્ડ રાખવો અને એન્ટીવાયરસ સૉફ્ટવેરનો ઉપયોગ કરવોય
5. આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) યોજનાઓને અપનાવીને કુદરતી આપત્તિઓથી પોતાની અને અન્યોની રક્ષા કરવી.

રાષ્ટ્રીય સુરક્ષા દિવસનું મહત્વ
દુર્ઘટના તો ગમે ત્યારે અને ગમે તે સ્થળે થઇ શકે છે. પરંતુ, જો સાવધાની અપનાવીએ અથવા તો સંભવિત દુર્ઘટનાના કારણો વિશેની જાણકારી આગાઉથી મેળવીએ તો એનાથી બચી શકાય છે. તમામ સેક્ટરોમાં સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવી અને અકસ્માતો (Accidents) ઓછા થાય એના પ્રયત્નો કરવા એ જ આ વિશેષ દિવસનો ઉદ્દેશ્ય છે. આ દરમિયાન, તમામ ક્ષેત્રના લાકોને સેફ્ટી સાથે જોડાયેલી બાબતોથી અવગત કરાવાય છે અને ખાસ કરીને, ઇન્ડસ્ટ્રિયલ એક્સિડન્ટ્સ (Industrial Accidents)થી બચવા માટેના ઉપાયો અને એનાથી થનારા નુકસાન વિશે માહિતગાર કરવામાં આવે છે. આ માટે અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ 2026 ની થીમ
‘રાષ્ટ્રીય સુરક્ષા દિવસ’ 2026 ને આજે 4 માર્ચ 2026 ના રોજ ઉજવવામાં આવશે, જે ભારતમાં રાષ્ટ્રીય સલામતી સપ્તાહ તથા સલામતી મહિનાની શરૂઆત દર્શાવે છે. આ દિવસની થીમ છે…
‘Engage, Educate and Empower People to Enhance Safety’
અર્થાત્
‘સુરક્ષા વધારવા માટે લોકોને જોડો, શિક્ષિત કરો અને સશક્ત બનાવો’
આ થીમ લોક ભાગીદારી, તાલીમ અને જાગૃતિ દ્વારા એક સક્રિય સુરક્ષિત સંસ્કૃતિ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતો વિષય આવરે છે. ભારતના ‘રાષ્ટ્રીય સલામતી પરિષદ’ના પાયાને આ દિવસ સન્માનિત કરવા ઉપરાંત, ઉદ્યોગોગૃહો, શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો અને તમામ સમુદાયોમાં કાર્યસ્થળ પર સલામતી, અકસ્માત નિવારણ અને જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરે છે.
અંતે નિષ્કર્ષ એ છે કે, ‘નેશનલ સેફ્ટી ડે’ કેવળ એક દિવસ પૂરતો સીમિત ન હોવો જોઇએ પણ એનું પ્રત્યેક દિવસે પાલન કરવાની જરુર છે. આમ કરવાથી ન કેવળ આપણે સલામત રહીશું પરંતુ, આપણા પરિવાર, સહકર્મચારીઓ તથા સમાજને પણ સુરક્ષિત બનાવી શકીશું. આથી જ, ભારતના એક જવાબદાર નાગરિક (Indian Citizen) તરીકે આપણું એ કર્તવ્ય છે કે, આ સુરક્ષા નિયમોનું પાલન કરવું અને અન્ય લોકોને પણ એમ કરવા માટે પ્રેરિત કરવા!
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો: પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!
આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ…
