Not Set/ કેન્દ્ર સરકારે ઓમીક્રોન અંગે તમામ રાજ્યને એલર્ટ કર્યા,વેક્સિન કવરેજને ઝડપી બનાવવાની સલાહ

કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ, ટ્રેસિંગ તેમજ કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વેક્સિન કવરેજને ઝડપી બનાવવાની સલાહ આપી છે

Top Stories India

કોરોના વાયરસના નવા પ્રકાર ઓમીક્રોનને કારણે સમગ્ર વિશ્વમાં ગભરાટનો માહોલ છે. સાઉથ આફ્રિકામાં મળેલ આ  વેરિએન્ટ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે, આ વેરિઅન્ટે બીજા ઘણા દેશોમાં પણ દસ્તક આપી છે.  ભારતમાં પણ કેન્દ્ર સરકારે રાજ્યોને એલર્ટ કરી દીધા છે. આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ, ટ્રેસિંગ તેમજ કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વેક્સિન કવરેજને ઝડપી બનાવવાની સલાહ આપી છે.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે રાજ્યોએ કોવિડ હોટસ્પોટ પર નજર રાખવાનું ચાલુ રાખવું જોઈએ. મંત્રાલયે કહ્યું છે કે સાવચેતીના ભાગ રૂપે, જે દેશોમાં આ પ્રકારનો વેરિયન્ટ જોવા મળ્યો છે તે દેશોને જોખમી દેશો તરીકે ઓળખવામાં આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે વધારાના પગલાં અપનાવવા જોઈએ.

એવું માનવામાં આવે છે કે નવું પ્રકાર વધુ ઝડપથી ફેલાવવા અને રોગપ્રતિકારક શક્તિને હરાવવા માટે સક્ષમ છે. આ કારણે ઘણા દેશોએ ફરી મુસાફરી પ્રતિબંધ જેવા પગલાં અપનાવવાનું શરૂ કર્યું છે. બોત્સ્વાના, હોંગકોંગ, સાઉથ આફ્રિકા ઉપરાંત યુકે, ઓસ્ટ્રેલિયા, ચેક રિપબ્લિક, ઇટાલી, જર્મની, ઇઝરાયેલ અને નેધરલેન્ડમાં નવું વેરિઅન્ટ જોવા મળ્યું છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, “તે જરૂરી છે કે રોગ સર્વેલન્સ નેટવર્ક તૈયાર હોય અને તમામ દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ, ખાસ કરીને જોખમ શ્રેણીવાળા દેશોમાંથી આવતા લોકો પર નજર રાખવામાં આવે.” આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર આવતા મુસાફરોની ભૂતકાળની મુસાફરીની વિગતો મેળવવા માટે પહેલેથી જ એક મિકેનિઝમ છે. આની સમીક્ષા તમારા સ્તરે થવી જોઈએ અને મંત્રાલય દ્વારા આપવામાં આવેલ પ્રોટોકોલનું સખતપણે પાલન કરવું જોઈએ, જેમાં જોખમી દેશોમાંથી આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સ્ક્રીનીંગનો સમાવેશ થાય છે. પોઝિટિવ જોવા મળેલા સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવું જોઈએ.