દેશમાં રેપની ઘટનામાં હવે કોઈ નવાઈ નથી રહી. નાની બાળકીઓથી લઈને આધેડ ઉમરની મહિલાઓ પણ આ શિકારનો ભોગ બને છે. નવાઈની વાત તો એ છે કે હવસના પુજારીઓ વિદેશી મહેમાનને પણ મુકતા નથી.
ભારતમાં ફરવા આવેલી વિદેશી મહિલાઓ પણ હવે સેફ નથી. ગોવામાં ૪૨ વર્ષીય બ્રિટીશ મહિલા સાથે રેપ થયો હોવાનો મામલો સામે આવ્યો હતો.
Goa: A 48-yr-old British woman was allegedly sexually assaulted by an unknown person y’day at Palolem. Her 3 small bags containing Rs 20,000 cash, passport&personal belongings were also robbed. Case registered. Accused taken into custody. pic.twitter.com/75TGD3NHoU
— ANI (@ANI) December 21, 2018
પોલીસે આ મામલે અજાણ્યા આરોપીની તપાસ ચાલુ કરી દીધી હતી. ગોવા પોલીસને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.
આરોપી પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા રોકડા, પાસપોર્ટ અને બીજી વસ્તુઓ મળી આવી છે. આરોપી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ ઘટના ગુરુવાર સવારની હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સાઉથ ગોવાના પલોલેમ બીચ પાસે એક મહિલાનો રેપ કરવામાં આવ્યો હતો.આરોપીઓ મહિલાનો સામાન લઈને ભાગી ગયા હતા.
ગુરુવારે સવારે પીડિતા કોનકોના રેલ્વે સ્ટેશનથી પલોલેમ તરફ જઈ રહી હતી. પલોલેમમાં તે ભાડે રહેતી હતી. ઘરે જતી વખતે આરોપીએ તેને રસ્તામાં જ પકડી લીધી હતી અને ઘટનાને અંજામ આપ્યો હતો.
દર વર્ષે આ સીઝનમાં ઘણા પર્યટકો વિદેશથી ભારત આવતા હોય છે અને તેઓ માર્ચ સુધી રહેતા હોય છે. પોલીસના કહેવા પ્રમાણે પીડિતા મહિલા પણ ગોવા ફરવા માટે આવી હતી.
