Viral Video/ ચક્રવાતનો લાઈવ વીડિયો, સુરેન્દ્રનગરમાં તોફાની પવને આફત નોતરી

વાવઝોડા રૂપી આ તેજ પવનને આફત નોતરી હતી, જેનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. પાટડીના ગ્રામ્ય વિસ્તારોમાં 30થી 40 મિનિટ સુધી ચક્રવાત એક્ટિવ રહેતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં કુતુહુલ..

Trending Videos
ચક્રવાતનો લાઈવ વીડિયો

ચક્રવાતનો લાઈવ વીડિયો: રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી પાસે ચક્રવાત જોવા મળ્યું હતું. મીની વાવઝોડા રૂપી આ તેજ પવનને આફત નોતરી હતી, જેનો લાઈવ વીડિયો કેમેરામાં કેદ થયો છે. પાટડીના ગ્રામ્ય વિસ્તારોમાં 30થી 40 મિનિટ સુધી ચક્રવાત એક્ટિવ રહેતા ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં કુતુહુલ સાથે વીડિયો ઉતારવા સાથે જ આશ્ચર્યજનક થવા પામ્યા હતા. જોવા મળેલું આ ચક્રવાત વાવાઝોડું વર્ષો બાદ જોવા મળ્યા હોવાનો જાણકારો દાવો કરી રહ્યાં છે. ત્યારે ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહી બેસી રહેલા ખેડૂતોના ચહેરા પર ચમક જોવા મળી હતી. ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા, પાટડી, વઢવાણ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટક્યો હતો. વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટથી રાહત મળી હતી.

જણાવી દઈએ કે, આ ભયાવહ ચક્રવાતના કારણે અનેક વીજપોલ ધરાશાઈ થયા હતા. જેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો. અંદાજે પાંચ કિ.મી.વિસ્તારને અસર કરી હતી. આ વંટોળની સ્પીડ કેટલી હતી એ તો જાણી શકાયું નથી. પરંતુ આ વાવાઝોડાથી અનેક કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું હતું.

આ પણ વાંચો: ભાવનગર/ કોલેજની વિધાર્થીનોને ભાજપની પેજ કમિટીમાં જોડાવવા ફરમાન, કોલેજ છે કે પછી..?

આ પણ વાંચો: Assam floods/ પૂરની સ્થિતિમાં સુધારો, 22 લાખ લોકો હજુ પણ પ્રભાવિત