Japan News/ ટેન્શન દૂર કરવા મહિલાએ ₹258 કરોડની શોપિંગ કરી! પછી જવું પડ્યું જેલ

જાપાનમાં એક મહિલાએ સ્ટ્રેસ દૂર કરવા માટે ઓનલાઈન શોપિંગ (Japan Online Shopping Fraud)નો અજીબ રસ્તો અપનાવ્યો! રિપોર્ટ મુજબ, મહિલાએ આશરે ₹258 કરોડના સામાનના 2000થી વધુ ઓર્ડર કર્યા અને બાદમાં તેને કેન્સલ કરી નાખ્યા. 238 જેટલા ફેક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હોવાનો પણ અહેવાલ છે.

World Trending
Japan Online Shopping Fraud: ટેન્શન દૂર કરવા મહિલાએ ₹258 કરોડના ઓર્ડર કર્યા

Japan News: સામાન્ય રીતે લોકો તણાવ ઓછો કરવા માટે મનોરંજન, ફરવા જવું કે શોપિંગ (Japan Online Shopping Fraud)નો સહારો લેતા હોય છે. પરંતુ જાપાનમાં એક મહિલાએ સ્ટ્રેસ દૂર કરવા માટે ઓનલાઈન શોપિંગનો એવો વિચિત્ર રસ્તો અપનાવ્યો કે આખો મામલો પોલીસ સુધી પહોંચી ગયો. મહિલાએ બે વર્ષના સમયગાળા દરમિયાન હજારો ઓનલાઈન ઓર્ડર આપ્યા અને પછી એક પછી એક ઓર્ડર કેન્સલ કરી નાખ્યા.

રિપોર્ટ મુજબ, મહિલાએ કુલ આશરે ₹258 કરોડના સામાનના ઓર્ડર આપ્યા હતા. જોકે, તેણે આમાંથી એક પણ વસ્તુ પોતાના ઘરે મંગાવી નહોતી. ડિલિવરી સમયે ક્યારેક ખોટું સરનામું આપવામાં આવતું તો ક્યારેક તે પાર્સલ સ્વીકારવાનો ઇનકાર કરી દેતી હતી.

2000થી વધુ ઓર્ડર કર્યા અને પછી કેન્સલ કર્યા

જાપાનીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 32 વર્ષની યોશિદા નામની મહિલાએ આશરે બે વર્ષ સુધી આ પ્રકારનું વર્તન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે અલગ-અલગ પ્રકારના 2000થી વધુ ઓનલાઈન ઓર્ડર કર્યા હતા.કેટલાક ઓર્ડરમાં તેણે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પસંદ કર્યો હતો, પરંતુ ડિલિવરી સમયે ચુકવણી કરવાનો ઇનકાર કર્યો હતો. અન્ય કેટલાક કિસ્સામાં તેણે કન્વિનિયન્સ સ્ટોર પેમેન્ટનો વિકલ્પ પસંદ કર્યો, પરંતુ સમયસર ચુકવણી ન કરતાં ઓર્ડર રદ થઈ ગયા હતા.વારંવાર ઓર્ડર અને કેન્સલેશનના કારણે સંબંધિત કંપનીને ડિલિવરી, પ્રોસેસિંગ અને અન્ય ખર્ચના રૂપમાં આશરે 75 લાખ યેન એટલે કે લગભગ ₹45 લાખનું નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

Japan Online Shopping Fraud: એનિમેનો સામાન જોઈને મળતો હતો ‘સંતોષ’

પોલીસ પૂછપરછ દરમિયાન મહિલાએ આ વર્તન પાછળનું કારણ પણ જણાવ્યું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. યોશિદાએ કહ્યું હતું કે રોજિંદા જીવનમાં વધતા તણાવને કારણે તે ઓનલાઈન સ્ટોર પર એનિમે કેરેક્ટર્સ સાથે જોડાયેલી વસ્તુઓ જોતી હતી.કોઈ વસ્તુ ગમતી ત્યારે તે તરત જ તેનો ઓર્ડર કરતી હતી. તેના જણાવ્યા પ્રમાણે, વસ્તુ ખરેખર ખરીદવા કરતાં તેને ઓર્ડર કરવાની પ્રક્રિયાથી જ તેને એક પ્રકારનો માનસિક સંતોષ મળતો હતો અને તણાવ ઓછો થતો હતો.મહિલાએ પોલીસને એમ પણ જણાવ્યું હોવાનું કહેવાય છે કે કંપની સામે તેની કોઈ અંગત દુશ્મનાવટ નહોતી અને તે પોતાના સંતોષ માટે આવું કરતી હતી.

Japan Online Shopping Fraud: 238 ફેક એકાઉન્ટ બનાવીને ઓર્ડર

આ મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મહિલાએ આ માટે આશરે 238 અલગ-અલગ ફેક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.મળતી માહિતી પ્રમાણે, યોશિદાએ આશરે છ વર્ષ પહેલાં આ ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શરૂ કરી હતી. શરૂઆતના સમયમાં તે ઓર્ડર કરેલો સામાન ખરેખર ખરીદતી હતી. જોકે, ઓક્ટોબર 2023થી તેણે ઓર્ડર કર્યા બાદ તેને કેન્સલ કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો.ધીમે-ધીમે આ પ્રક્રિયા વધી અને તેણે મોટી સંખ્યામાં ઓર્ડર કરીને તેને અલગ-અલગ કારણોસર કેન્સલ કરવાનું શરૂ કર્યું.

Japan Online Shopping Fraud:કંપનીને નુકસાન થતાં પોલીસ ફરિયાદ

વારંવાર ઓર્ડર કરવામાં અને કેન્સલ થવાથી કંપનીને આર્થિક નુકસાન થવા લાગ્યું હતું. ત્યારબાદ કંપની દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદના આધારે પોલીસે યોશિદા સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં તેના દ્વારા મોટી સંખ્યામાં ઓર્ડર કરવામાં આવ્યા હોવાનું અને અનેક ફેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Japan Online Shopping Fraud: આરોપો સ્વીકાર્યા હોવાનો અહેવાલ

જાપાનીઝ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂછપરછ દરમિયાન મહિલાએ પોતાના કૃત્યો સ્વીકારી લીધા હોવાનું જણાવાયું છે. તેની સામે છેતરપિંડી અને વ્યવસાયમાં અવરોધ ઊભો કરવાના આરોપસર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ સમગ્ર ઘટનાએ ઓનલાઈન શોપિંગ (Japan Online Shopping Fraud) પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ, ફેક ઓર્ડર અને વારંવાર ઓર્ડર કેન્સલેશનથી થતી આર્થિક અસરો અંગે પણ સવાલો ઊભા કર્યા છે.


આ પણ વાંચો:ઓનલાઈન શોપિંગ કરતી વખતે 3 ટિપ્સ ફોલો કરો, સ્કેમર્સની જાળથી બચી જશો

આ પણ વાંચો:‘યુવકે મંગાવ્યા અન્ડરવેર અને નીકળી લેડીઝ પેન્ટી’ ઓનલાઈન શોપિંગમાં થઈ છેતરપિંડી

આ પણ વાંચો:શું તમને પણ ઓનલાઈન શોપિંગની લત લાગી ગઈ છે? આ રીતે વ્યર્થ ખર્ચ કરવાનું રોકો