બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાનને ભ્રષ્ટાચાર મામલે સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાને ઢાકાની અદાલતે આ સજા ફટકારી છે. ઢાકાની અદાલતે ૩ લાખ ૭૫ હજાર અમેરિકી ડોલરની ભીડ મામલે ખાલિદાને દોષી જાહેર કર્યા છે.
Former Bangladesh Prime Minister Khaleda Zia sentenced to 7 years in jail in corruption case: Bangladesh's The Daily Star pic.twitter.com/0H1qeTsH3Z
— ANI (@ANI) October 29, 2018
તમને જણાવી દઈએ કે ગયા ફેબ્રુઆરી મહિનાથી જ તેઓ જેલમાં છે. આની પહેલા તેમને ૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

ખાલિદા જયારે વડાપ્રધાનના પદ પર હતા ત્યારે તેમણે ઇન્ટરનેશનલ ફંડના કરોડો રૂપિયા પોતાના ચેરીટેબલ ટ્રસ્ટને આપી દીધા હતા.
બાંગ્લાદેશમાં હતા પ્રથમ મહિલા વડાપ્રધાન
તમને જણાવી દઈએ કે ખાલિદા જીયા બે વખત વડાપ્રધાનના પદ પર રહી ચુક્યા છે. વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૬ અને વર્ષ ૨૦૦૧ થી ૨૦૦૬ સુધી તેમણે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું. તેઓ બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિના પત્ની છે.
દીકરાને મળી આજીવન સેલની સજા
તમને જણાવી સીએ કે ખાલિદા જીયાના પુત્રને હમણાં થોડા સમય પહેલા જ આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. ૧૧ ઓક્ટોમ્બરના રોજ ઘાતક બોમ્બ વિસ્ફોટ મામલે
તારીક રહેમાનને આજીવન જેલની સજા ફટકારી છે. હાલના વડાપ્રધાન શેખ હસીના પણ ઘાતક હુમલાના આરોપસર રહેમાનને આજીવન જેલ જયારે બીજા ૧૯ લોકોને ફાંસીની સજા જાહેર કરવામાં આવી હતી.
