Not Set/ વાત્રક નદીમાંથી મળેલ મૃતદેહનો મામલો, પોલીસના ડરથી મિત્રના મૃતદેહને વાત્રક નદીમાં નાખ્યો

અરવલ્લી, બાયડની વાત્રક નદીમાંથી મળેલ મૃતદેહ મામલે પોલીસે ફરિયાદના આધારે જુદા જુદા શકમંદોની તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો અને મૃતકની હત્યા તેના મિત્રો એ જ કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ દિશામાં સઘન તપાસ શરૂ કરી હતી. ઉત્તરાયણના દિવસે વિક્રમ ખાંટ તેના મિત્રો સાથે સાંજના સમયે બાયડ ખાતે ઈંડા […]

Top Stories Gujarat

અરવલ્લી,

બાયડની વાત્રક નદીમાંથી મળેલ મૃતદેહ મામલે પોલીસે ફરિયાદના આધારે જુદા જુદા શકમંદોની તપાસ હાથ ધરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો અને મૃતકની હત્યા તેના મિત્રો એ જ કરી હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે આ દિશામાં સઘન તપાસ શરૂ કરી હતી. ઉત્તરાયણના દિવસે વિક્રમ ખાંટ તેના મિત્રો સાથે સાંજના સમયે બાયડ ખાતે ઈંડા ખાવા માટે ગયો હતો અને ત્યાં બિલ ચૂકવવા બાબતે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી.

વિક્રમને ખબર ન હતી કે આ બોલાચાલી તેના માટે જીવલેણ બની જશે અને આ જ બાબતે ઘરે જતા રસ્તામાં બોલાચાલી સાથે મિત્રએ ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ તેના મિત્રએ વિક્રમને ધક્કો મારતાં તે નીચે પટકાયો હતો .

નીચે પડી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે વિક્રમનું ઘટના સ્થળે જ મોત નિપજતા તેના મિત્રો ડરી ગયા હતા અને ડર ના કારણે વિક્રમની લાશ નદીમાં ફેંકી દીધી હતી.

પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીઓ કાળાભાઈ બુધાભાઈ પરમાર, ઉમેશભાઈ અમૃતભાઈ ઝાલા, ગુલાબભાઈ બેચરભાઈ ખાંટ અને ભલાભાઈને જેલ હવાલે કર્યા છે.