અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરી વધી હોય તેવું ત્યાંના સ્થાનિકોને લાગી રહ્યું છે. ચોરી, મારામારી તેમજ જુગારના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે પણ રાતના સુમારે ગાયકવાડ હવેલી પોલીસને બાતમી મળી હતી કે જમાલપુર ચાર રસ્તા પાસે આવેલા જે. પી કવોટર્સમાં બંધ બારણે જુગાર રમાઈ રહ્યો છે. પોલીસે બાતમીના આધારે લોકેશન પર પહોંચીને જુગારીઓ પર રેડ કરી હતી. જેમાં કુલ ૧૫ જેટલા જુગારીઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. ગાયકવાડ હવેલી પોલીસે આરોપીઓની પાસે રહેલી જુગારની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલને કબ્જે લઈને આગળની કાયદાકીય કાર્યવાહી શરુ કરી હતી. જેમાં પોલીસે આરોપીની ઓળખ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પકડાયેલા ૧૫ આરોપીઓ માંથી એક આરોપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. આમ, પોલીસે તમામ ૧૫ આરોપીઓની સામે જુગારધારાની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
