Gandhinagar News : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.જેના ભાગરૂપે જ આ વર્ષે ત્રણ લાખ ૭૦ હજાર કરોડથી વધુની રકમનું ઐતિહાસિક બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું છે.
બજેટ સત્ર બાદ ગાંધીનગર ખાતે મળેલી પહેલી કેબિનેટ બેઠકમાં માં જ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટની વિકાસ કાર્યોને લગતી ૮૫% ટકા ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ૧૦૦ કરોડથી વધુ ના ૮૯% કામોની મંજૂરી આપવામાં આવી છે.જ્યારે ૩૮% નવી બાબતોની પણ વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ
આ પણ વાંચો:સુરત: શાળા સંચાલકોએ વાલીઓ પાસે ભરાવ્યું ડિકલેરેશન ફોર્મ, જવાબદારીમાંથી હટવાનો પ્રયાસ
આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…
