Not Set/ અરવલ્લી/ શામળાજી પાસે બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જોવા મળ્યા ટ્રાફિકજામના દ્રશ્યો

શામળાજી પાસે અકસ્માતના પગલે ટ્રાફિકજામ ચેકડેમ પાસે હાઇવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત નેશનલ હાઇવે પર  બંને તરફ પાંચ કીમીનો ટ્રાફિકજામ શામળાજી પોલીસ દ્વારા ટ્રાફિક ખોલાવવા પ્રયાસ અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતના કારણે ઘણા લોકોને મુશ્કેલી વેઠવી પડી છે. જી હા અરવલ્લીમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. […]

Ahmedabad Gujarat

શામળાજી પાસે અકસ્માતના પગલે ટ્રાફિકજામ

ચેકડેમ પાસે હાઇવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત

નેશનલ હાઇવે પર  બંને તરફ પાંચ કીમીનો ટ્રાફિકજામ

શામળાજી પોલીસ દ્વારા ટ્રાફિક ખોલાવવા પ્રયાસ

અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતના કારણે ઘણા લોકોને મુશ્કેલી વેઠવી પડી છે. જી હા અરવલ્લીમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.  જેના કારણે ઘણા લોકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા હતા.

આ અકસ્માત ચેકડેમ પાસે હાઈવે પર સર્જાયો હતો. જેના પગલે નેશનલ હાઈવે પર બંને તરફ પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો હતો. અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ અકસ્માતમાં કોઈને જાનહાનિના સમાચાર મળ્યા નથી.

રાજ્યમાં વધતી જતી અકસ્માતની ઘટનાઓને પલગે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં પણ અકસ્માતની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી.

આપને જાણવી દઈએ કે ગત રોજ અમદાવાદના એસજી હાઈવે ઈસ્કોન બ્રિજ તરફથી ગાંધીનગર તરફ જતી કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ફંગોળાઈને ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જેના કારણે લોકોને પણ ટ્રાફિકજામ દ્રશ્યો સર્જાયા હતા. અને કલાકો સુધી લોકોને ટ્રાફિક ફસાયા રહેવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.