Surat News/ વોટર કૂલર નજીક કોઈ સીસીટીવી ન હોવાથી ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર હતો, પોલીસે પણ આરોપી સુધી પહોંચવા સેસ્ફોસ ખરીદી

વોટર કૂલર નજીક કોઈ સીસીટીવી ન હોવાથી ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર સમાન હતો

Top Stories Gujarat Surat

Surat News :  સુરતમાં 118 રત્નકલાકારના જીવ જોખમમાં મૂકનારા આરોપી નિકુંજ દેવમુરારિએ સેલ્ફોસ ખરીદતા પહેલા ગુગલ પર સર્ચ કર્યું હોવાની માહિતી તપાસમાં બહાર આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનભ ડાયમંડના પાણીના કૂલરમાં સેલ્ફોસ નામી 118 જેટલા રત્નકલાકારોના જીવ જોખમમાં મૂકનારા આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે. આરોપી નિકુંજ દેવમુરારિએ સેલ્ફોસની ખરીદી કરતાં પહેલાં ગૂગલમાં સર્ચ કર્યું હોવાનું ખૂલ્યું છે.

વોટર કૂલર નજીક કોઈ સીસીટીવી ન હોવાથી ગુનાનો ભેદ ઉકેલવો પોલીસ માટે પડકાર સમાન હતો, પરંતુ પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં એક ટીમે પેકેટના બેચ નંબરના આધારે તપાસ શરૂ કરી હતી, જ્યારે બીજી ટીમે સેલ્ફોસનું પેકેટ ખરીદી એ કઈ રીતે કામ કરે છે એનો પ્રયોગ કરી સ્થિતિ જાણી હતી. પોલીસ જ્યારે બેચ નંબરના આધારે રિટેલર સુધી પહોંચી તો ત્યાંના સીસીટીવીમાં નિકુંજ કેદ થયો હતો. ત્યાર બાદ નિકુંજની પૂછપરછ કરતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.

સૌથી પહેલા પોલીસે સેલ્ફોસ પેકેટ પર જે બેચ નંબર હતો એને ઓળખ્યો. પોલીસને ખબર પડી કે 31 માર્ચના રોજ આ નંબરનો લોટ પ્રથમવાર સુરતમાં આવ્યો હતો. બેચ નંબરના આધારે ડીલર, સબ-ડીલર અને રિટેલર સુધી તમામની વિગતો પ્રાપ્ત કરી. ત્યાર પછી દુકાન સુધી પહોંચીને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવી ફૂટેજની તપાસમાં નિકુંજ 31મી તારીખે દુકાન પર પહોંચ્યો હતો, રાત્રે 9:30 વાગ્યાના અરસામાં પહોંચ્યો હતો અને સેલ્ફોસ પેકેટ ખરીદવા માટે ગૂગલ પેથી ટ્રાન્ઝેક્શન કર્યું હતું,

જેના કારણે પોલીસને ઠોસ પુરાવો મળી ગયો.પ્રેક્ટિકલી જોવા માટે પોલીસ પણ સેલ્ફોસ પેકેટ ખરીદીને પાણીમાં મૂક્યું અને જોયું કે કેટલા સમયમાં પાણીમાં સેલ્ફોસ નાખ્યા પછી ગંધ આવે છે. પોલીસને ખબર પડી કે આ ખૂબ જ ખતરનાક ઝેર છે. પાણીમાં નાખ્યા પછી માત્ર 4થી 5 મિનિટની અંદર પોતાની અસર શરૂ કરી દે છે. આ પ્રેક્ટિકલ જોયા પછી પોલીસે ફિલ્ટર નજીક આવેલા તમામ સીસીટીવી ફૂટેજની તપાસ કરી. ખાસ કરીને જ્યારે ગંધ શરૂ થઈ અને લોકોને જાણ થઈ, એની 10 મિનિટ પહેલાં કોણ કોણ પાણીના કૂલર નજીક ગયો હતો એ સીસીટીવી ફૂટેજમાં તપાસ કરવાની પોલીસે શરૂઆત કરી. સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન પોલીસની નજર આવા ત્રણથી ચાર લોકો પર ગઈ, જેમાં નિકુંજ પણ સામેલ હતો, જેની બોડી લેંગ્વેજ શંકાસ્પદ લાગી રહી હતી.

તેઓ સીસીટીવી તરફ પણ જોઈ રહ્યા હતા, જેના આધારે આ લોકોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એમાં નિકુંજ હિતેશભાઈ સૌથી વધુ શંકાસ્પદ લાગ્યો અને પોલીસે દબાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે તેણે આખી ઘટના કેવી રીતે બની હતી એનો ખુલાસો પોલીસ સમક્ષ કરી દીધો હતો.પોલીસે જ્યારે નિકુંજના મોબાઇલની તપાસ હાથ ધરી ત્યારે ગૂગલ હિસ્ટરી સર્ચમાં તેણે “સેલ્ફોસ શું હોય છે?”, “એની અસર શું હોય છે?” અને “કઈ રીતે આ ઘાતક હોય છે?” એ સર્ચ પણ કર્યું હતું. તેણે પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે એ પોતે દુકાનમાં જઈને સેલ્ફોસ પેકેટની ખરીદી કરી હતી.

પોલીસે દુકાનદારનું પણ નિવેદન લીધું હતું, જેણે જણાવ્યું હતું કે આ વ્યક્તિ રાત્રે 9 વાગ્યે આવીને સેલ્ફોસ પેકેટની ખરીદી કરી હતી. હાલ પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈને નુકસાન પહોંચાડવા માટે કે હીરાની કંપનીના માલિકને દ્વેષભાવનાથી આ કૃત્ય માટે તેણે અંજામ આપ્યો નથી, જોકે પોલીસ તેના નિવેદનના આધારે તેને ક્લીન ચિટ આપતી નથી. તેના નિવેદન બાદ પણ ક્રોસ એક્ઝામિનેશન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસ કરી રહી છે કે કોઈ અન્ય વ્યક્તિ તેની સાથે તો નથીને? શું આખું મોટું કાવતરું તો નથી?આ સમગ્ર મામલે ડીસીપી આલોકકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે થોડાક દિવસ પહેલાં અનભ ડાયમંડ ફેક્ટરીમાં રત્નકલાકારોના પોઈઝનિંગ કેસમાં મુખ્ય આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એ આરોપી અમને મળી ગયો છે. તેનું નામ છે નિકુંજભાઈ દેવમુરારિ.

આરોપીએ પોતાના મિત્ર પાસેથી દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. અલગ અલગ પ્લેટફોર્મ પર સેલિંગનું કામ કરતો હતો. એના મિત્રને વિદેશ જવાનું હતું, એના કારણે તે રૂપિયાની માગણી માટે દબાણ કરી રહ્યો હતો. એના કારણે તેને વિચાર આવ્યો કે હું આત્મહત્યા કરી લઈશ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સેલ્ફોસનું પેકેટ તેણે 31 માર્ચના રોજ ખરીદ્યું હતું. ઝેરી દવા ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હિંમત ન પડી. પાણીના ફિલ્ટરની અંદર તેણે પેકેટ નાખી દીધું. ત્રણથી ચાર મિનિટ પછી તેને લાગ્યું કે અન્ય લોકો આ પેકેટના કારણે જીવ ગુમાવી શકે છે. આ જ પ્રથમ વ્યક્તિ છે, જેણે સૌથી પહેલા જાણકારી આપી અને હંગામો મચાવ્યો. તેણે જણાવ્યું હતું કે પાણીમાં ઝેર છે. આરોપીને શોધવા માટે કાપોદ્રા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. બે પોલીસ-ઇન્સ્પેક્ટરની ટીમો રચવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્ની પ્રોફેસર, 60 હજાર પગાર… છતાં પણ માગતી હતી ભરણપોષણ ભથ્થું, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય?

આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો