Not Set/ ભરૂચ : બિસ્માર માર્ગો મામલે જાગૃત યુવાનનો અનોખો વિરોધ પ્રદર્શન

તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજયમાં ઠેર ઠેર રોડ અને રસ્તાની હાલત બહુજ દયાજનક જોવા મળી રહી છે. દરેક સ્થળે રોડ પર ખાડા ટેકરા કે ધોવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. જેના લઈને વાહન ચાલકો બહુ જ  હેરાન પરેશાન છે. આ જ ખાડા ટેકરાને લઈને, ભરૂચમાં રવિવારે સવારે એક અનોખો વિરોધ પ્રદશન જોવા મળ્યું હતું. જેમાં […]

Top Stories Gujarat Others

તાજેતરમાં પડેલા વરસાદને કારણે રાજયમાં ઠેર ઠેર રોડ અને રસ્તાની હાલત બહુજ દયાજનક જોવા મળી રહી છે. દરેક સ્થળે રોડ પર ખાડા ટેકરા કે ધોવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. જેના લઈને વાહન ચાલકો બહુ જ  હેરાન પરેશાન છે.

આ જ ખાડા ટેકરાને લઈને, ભરૂચમાં રવિવારે સવારે એક અનોખો વિરોધ પ્રદશન જોવા મળ્યું હતું. જેમાં જાગૃત નાગરિક દિવ્યેશ ઘેટીયા દ્વારા પોતાની કાર લઇને ભરૂચના રોડ ઉપર નીકળી કલેકટર ઓફિસ સામેના ખાડા પાસે ઉભા રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી, રસ્તા પર ભારત માતાનો ફોટો મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

તેમના કહેવા મુજબ ભરૂચમાં લોકશાહીના માધ્યમથી ભરૂચ નગરપાલિકાની નબળી કામગીરીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. તેમજ જ્યાં સુધી ખાડા નહીં પુરાય,ત્યાં સુધી તેઓ જ્યાં જયાં ખાડા છે ત્યાં પોતાની કાર સાથે બેનર લગાવી રાષ્ટ્રધ્વજ સાથે ઉભા રહી વિરોધ કરતા રહેશે.

હાલ તો દિવ્યેશ નામ ના યુવાનના આ અનોખા વિરોધને લઇ તંત્ર તેમજ પોલીસ વિભાગ માં દોડધામ મચી હતી અને દિવ્યેશ ને રજુઆત કરવા જઈએ તેમ જણાવી પોલીસ લઇ ગયા બાદ મામલો શાંત પડ્યો હતો પંરતુ અહીંયા એક વાત શહેરમાં વાસ્તવિક છે કે નફ્ફટ તંત્ર પ્રજાને સુવિધાઓ આપવામાં ઊણું ઉતર્યું છે અને એનું જ પરિણામ છે કે હવે અનોખા વિરોધ પ્રદર્શનો કરી લોકો રોષ વ્યકત કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું ક્યારે માર્ગો બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.