કેબીનેટ સચીવાલય ઈન્ટેલીજન્સ બ્યુરો, નાર્કોટીકસ, કંટ્રોલ બ્યુરો અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને હવે કોઈપણ વ્યકિત અથવા પેઢીની ઈન્કમ રીટર્ન અથવા ટેકસ સંબંધ માહિતી મેળવવા માટે મંજુરી આપવામાં આવી છે. આ પગલાથી આતંકવાદી માટે વપરાતા ફંડ તથા ડ્રગ ટ્રાફીકીંગ માટેની માહીતી મેળવવામાં આવી પ્રવૃતિ અટકાવવા માટે આ એજન્સીઓને મદદ મળશે.
આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી)એ મંગળવારે એક પરિપત્ર (નોટીફીકેશન) પણ જાહેર કયુર્ં હતું. ઈન્કમટેકસ એકટ 1961 ની સેકસન 138 અનુસાર, સીબીડીટીને અધિકાર છે કે તે ઈન્કમ ટેકસ ઓથોરીટીથી પ્રાપ્ત કરેલી જાણકારી અન્ય એન્ફોર્સમેન્ટ અધિકારીને આપી શકે છે.
ક્ધસલ્ટન્સી ફર્મ કેપીએમજીનાં પાર્ટનર હિમાંશુ પારેખના જણાવ્યા મુજબ કર સંબંધી દૌર મહત્વનું પગલુ છે. તેનાથી એજન્સીઓ ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. આ પરિપત્રથી કર વિભાગ કરદાતાની માહિતી ઉપરોકત એન્ફોર્સમેન્ટ એજન્સી સાથે શેર કરી રહ્યો છે જેમના માટે મદદરૂપ સાબિત થઈ શકે તેમ છે. તેવુ અન્ય ટેકસ ફર્મ સાથે સંકળાયેલ સુત્રોએ જણાવ્યું હતું.
આ ઉપરાંત સીબીડીટી અને સીબીઆઈસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ્સ) વચ્ચે પણ માહિતીની આપલે માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.જેનો ઉદેશ્ય જીએસટી હેઠળ ખોટી રીતે ઈનપુટ ટેકસ ક્રેડીટનો દાવો કરતી વ્યકિત અથવા પેઢીને તરત જ પકડી પાડવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
