સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના વકીલએ સોમવારે સ્પષ્ટ કર્યું છે કે તેમના ક્લાયંટને હજી સુધી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તરફથી સમન્સ નથી મળ્યું. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે રિયા ચક્રવર્તી અને તેના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીને સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશીંડેએ કહ્યું હતું કે રિયા અને તેના પરિવારને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા નથી, સીબીઆઈ તેમને બોલાવે તો તેઓ ચોક્કસ જ જશે.
જણાવી દઈએ કે સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી પર સુશાંતની સાથે પૈસાની લેણદેણમાં છેતરપિંડી કરી તેને આત્મહત્યા તરફ ધકેલ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવતું હતું કે સુશાંતના ખાતામાંથી કરોડો ઉપાડવામાં આવ્યા છે. આ અંગે પટનામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું હતું. રિયા ચક્રવર્તીની આર્થિક ગુનાના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અત્યાર સુધી બે વાર પૂછપરછ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની સીબીઆઈ તપાસની મંજૂરી બાદ સીબીઆઈની વિશેષ ટીમે શુક્રવારથી આ કેસમાં તપાસ શરૂ કરી છે. ટીમે હજી સુધી કેટલાક લોકોની પૂછપરછ કરી છે અને મુંબઇ પોલીસ પાસેથી કેસ રેકોર્ડ પણ મેળવ્યો છે. સોમવારે, ટીમ તપાસ માટે મુંબઇના અંધેરી પૂર્વની વોટરસ્ટોન હોટલ પર પહોંચી હતી.
રવિવારે સીબીઆઈની ટીમે સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠની અને કુક નીરજ સિંહ અને ઘરેલું સહાયક દીપેશ સાવંતની પૂછપરછ કરી હતી. બાદમાં, એક અધિકારીએ જણાવ્યું કે, ટીમ આ લોકો સાથે બાંદ્રાના અભિનેતાના ફ્લેટમાં પણ ગઈ હતી, જ્યાં ગુનાના દ્રશ્યો ફરી દર્શાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન
