Not Set/ રાજકોટ જીલ્લા પર કોરોનાનો કહેર યથાવત, 98 નવા કેસ – 2 લોકોના મોત, યુનિ. પણ કોરોનાની ગીરફ્તમાં…

રાજકોટમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત નોંધવામાં આવ્યો છે, પાછલા 24 કલાકમાં રાજકોટ જીલ્લામાંથી 98 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સાથે સાથે આજે 2  લોકોનાં રાજકોટ ખાતે કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, 15 દિવસમાં 235 લોકોના કોરોનાથી રાજકોટમાં મોત નીપજ્યા છે. સતત કોરોનાથી મોતના આંકમાં થઇ રહેલ વધરાનાં કારણે લોકોમાં ડર છે […]

Gujarat Rajkot

રાજકોટમાં આજે પણ કોરોનાનો કહેર યથાવત નોંધવામાં આવ્યો છે, પાછલા 24 કલાકમાં રાજકોટ જીલ્લામાંથી 98 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે. સાથે સાથે આજે 2  લોકોનાં રાજકોટ ખાતે કોરોનાનાં કારણે મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, 15 દિવસમાં 235 લોકોના કોરોનાથી રાજકોટમાં મોત નીપજ્યા છે. સતત કોરોનાથી મોતના આંકમાં થઇ રહેલ વધરાનાં કારણે લોકોમાં ડર છે અને અધધધ વધતા કેસથી તંત્ર તો ચિંતામાં છે.

કોરોના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ ચિંતામાં આવી ગઇ હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. એક દિવસ પહેલા જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વી.સીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો તે ઉલ્લેખનીય છે તો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડે.રજીસ્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલું જ નહીં સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં બીજા બે કર્મચારીઓનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે.

જો કે, ઉપ-કુલપતિનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુડે.રજીસ્ટર અને અન્ય બે કર્મચારીઓનો કોરોના પણ પોઝિટિવ આવતા 50 જેટલા સ્ટાફનો રિપોર્ટ કરવામાં આવશે. જ્યારે બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવ્યુ છે. રાજકોટમાં કોરોનાનો કેર યથાવત  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews