Ahmedabad News:અમદાવાદ શહેરના સૌથી સુંદર અને વ્યસ્ત રિવરફ્રન્ટ ઇસ્ટ વિસ્તારમાં ફરી એકવાર નશામાં ધુત્ત ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો છે. મોડી રાત્રે હાઇનેસ્ક્રેટા SUV ચલાવતા ગોપાલ પટેલે ઓવરસ્પીડ અને નશાના કારણે કંટ્રોલ ગુમાવી દીધો અને રોડ ડિવાઇડર સાથે અથડાઈ ગયો હતો. વિરુદ્ધ દિશામાં આવતી એક્ટિવા પર સવાર બે યુવાનોને કારચાલકે સીધી ટક્કર મારી હતી.ટક્કરની એટલી ભયાનક હતી કે એક્ટિવા દસ-બાર ફૂટ દૂર ફેંકાઈ ગઈ અને બંને યુવાનો લોહીલુહાણ હાલતમાં રોડ પર પટકાયા હતા.
આ ઘટના 8 ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ ઇસ્ટ રોડના (Riverfront East) ડફનાળા સર્કલ નજીક બની હતી.જેમાં એક્ટિવા પર સવાર યુવાનોને માથા, પગ અને છાતીમાં ગંભીર ઈજા થઈ છે. હાલ તેઓ સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે, પરંતુ સ્થિતિ સ્થિર છે.
અમદાવાદમાં કાર ચાલકે એકટીવાને મારી જોરદાર ટક્કર
SUVનો આગળનો ભાગ પુરો પુરો ટૂટી ગયો હતો, જ્યારે એક્ટિવાનો (Activa) આગળનો ભાગ સંપૂર્ણ ટૂટી ગયો હતો. અકસ્માત થતાં બંને યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ આરોપીને કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. તેના મોંમાંથી તીવ્ર દારૂની ગંધ આવતી હતી અને તે સીધો ઊભો પણ નહતો રહી સકતો.આરોપીએ પાર્ટી કર્યા બાદ દારૂ પીઈને ગાડી ચલાવી હતી. ઓવરટેક કરવાના ચક્કરમાં ડિવાઇડર પર ચડ્યો અને કંટ્રોલ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો:અમદાવાદ સરખેજમાં સિગારેટની નાની બાબતે યુવકની હત્યા, આરોપી સાજીદ ઉર્ફે શાહરુખ ફરાર
આ પણ વાંચો:અમદાવાદમાં ટ્રાફિક નિયમ તોડનારા પર મોટો કડક કાયદો, 5થી વધુ મેમો તો લાઇસન્સ રદ
આ પણ વાંચો:અમદાવાદના નારોલ વિસ્તારમાં મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો
