રાજ્યભરમાં અત્યારે રખડતા ઢોર બાદ રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. અવાર નવાર રખડતા શ્વાનના હુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતા ચકચાર મચી જતી હોય છે.ત્યારે આવામાં હાલોલ નગરમાં આજે બુધવારે એક બાળક પર ચારથી પાંચ રખડતા શ્વાનોએ હુમલો કરી દીધો હતો. ઘટનામાં બાળકને શ્વાનોએ ગુપ્તાંગ અને પગના ભાગે કરડી ખાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે બાળકને સારવાર માટે વડદોરા ખાતે ખસેડવાની ફરજ પડી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, બુધવારે સવારે બનેલી આ ઘટનામાં બાળકના પગ અને ગુપ્તાભાગે ઈજાઓ પહોંચી છે. ગંભીર ઈજાઓને પગલે બાળકને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ ઘટના હાલોલ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બની હતી જ્યાં ચારથી પાંચ કુતરા બાળક પર હુમલો કરવા લાગ્યા હતા. ઘટનામાં અન્ય લોકો આવી જતા બાળકને માંડ છોડાવ્યું હતું. બાળકને ઘણી ઈજાઓ થઈ હોવાથી લોહી પણ વહેવા લાગ્યું હતું. તેને તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
આ પહેલા સુરતના ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા- પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલમાં શોકની લાગણી પ્રસરી હતી. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું.
હાલ સમગ્ર ગુજરાતના દરેક શહેરોમાં રખડતા શ્વાનનો આતંક દિવસ અને દિવસે વધી રહ્યો છે. આ શ્વાનો ના આતંકનો ભોગ ખાસ કરીને મહિલાઓ અને બાળકો વધુ બની રહ્યા છે. જેથી દિવસ અને દિવસે આ સમસ્યા વકરતી જાય છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના જાહેર માર્ગો પર વાહન લઇ પસાર થતાં લોકો પર શ્વાન દ્વારા હુમલાઓની ઘટના પણ સામે આવી છે. તો બીજી તરફ રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં મહિલા અને બાળકો પણ શ્વાનોના ભોગ બનતા હોય છે.
આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ
આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ
આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો
આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો
