Five Lakh Vote Lead/ પાંચ લાખની લીડના લક્ષ્યાંકને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અકળાયા

આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાંથી ભાજપ ફક્ત 26માંથી 26 બેઠક જ જીતવા માંગે છે તેવું નથી,પણ તેની સાથે આ બધી બેઠક પાંચ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે ભાજપના બધા વિધાનસભ્યોને લક્ષ્યાંક પણ આપી દેવાયા છે. આ વિજયની વાત તો સમજ્યા, પરંતુ લીડના લક્ષ્યાંકને લઈને ભાજપના ધારાસભ્યનો બળાપો વાઇરલ થયો છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 01 25T164657.155 પાંચ લાખની લીડના લક્ષ્યાંકને લઈને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અકળાયા

રાજકોટઃ આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાંથી ભાજપ ફક્ત 26માંથી 26 બેઠક જ જીતવા માંગે છે તેવું નથી,પણ તેની સાથે આ બધી બેઠક પાંચ લાખની લીડથી જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે ભાજપના બધા વિધાનસભ્યોને લક્ષ્યાંક પણ આપી દેવાયા છે. આ વિજયની વાત તો સમજ્યા, પરંતુ લીડના લક્ષ્યાંકને લઈને ભાજપના ધારાસભ્યનો બળાપો વાઇરલ થયો છે.

ગોંડલના ભાજપના કાર્યાલયના ઉદઘાટન સમયે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ તેનો ઉકળાટ ઠાલવતા જણાવ્યું હતું કે પાંચ લાખની લીડ મારે કઈ રીતે કરવી. પાંચ લાખની લીડનું ટેન્શન અત્યારથી જ આવી ગયું છે. ધોરાજી અને ઉપલેટામાંથી આટલી લીડ મારાથી ન થાય. આ માટે મારે તો જયેશ રાદડીયા અને જયરાજસિંહને કહેવું પડશે. સવા-સવા લાખની લીડની મદદ તમે કરજો. જયેશભાઈ અને જયરાજસિંહ મદદ કરે તો કંઇક આગળ થાય.

તેમના વાઇરલ થયેલા ગણગણાટે દર્શાવ્યું છે કે ઉપરથી આપવામાં આવતા લક્ષ્યાંકો અને વાસ્તવિક પરિસ્થિતિ બંને વચ્ચે કેટલો ફેર છે. મોટા શહેરોમાં કદાચ પાંચ લાખની લીડ પક્ષ મેળવી શકે, પરંતુ જ્યારે નાના શહેરોની વાત આવે ત્યારે આ વાત અઘરી પડી જાય છે. નાના શહેરોમાં નાના જૂથોનું પ્રમાણ વધારે હોય છે અને દરેક જૂથને એકબીજા સાથે સાંધા હોય છે. તેથી કામ પાર પાડતા નાકે દમ આવી જાય છે. હવે રાજકોટ, વડોદરા અને મહેસાણા જેવા શહેરની વસ્તી જ 10થી 15 લાખની વચ્ચે છે આ સંજોગોમાં પાંચ-પાંચ લાખની લીડ રીતસરની અવાસ્તવિક જ લાગે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ