Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ અદા કરવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાના વિવાદની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે. ઘટનામાં ગામ્બિયા દેશનું ડેલિગેશન હોસ્ટેલની મુલાકાત માટે ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું હતું. આ સાથે અફઘાનિસ્તાનના કોન્સ્યુલ જનરલ ઝાકિયા વરદાક પણ આવી શકે. ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે 16 માર્ચે વિદેશી વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન 20થી 25 લોકોના ટોળાએ હુમલો અને ઝપાઝપી કરતા પાંચ વિદેશી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ તેના પડઘા વિદેશમાં પણ પડ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશી વિદ્યાર્થીઓએ સંયુક્ત રાષ્ટ્રને આ ઘટના પર કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. હવે વિદેશી રાજદ્વારીઓ, રાજ્યના સીએમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ અમદાવાદના ડીજી અને કમિશનરને મળી શકે છે.
યુનિવર્સિટીના હોસ્ટેલમાં વિવિધ દેશના 70થી વધુ વિદ્યાર્થીઓ રહે છે, જેમાં ગામ્બિયાના 26 વિદ્યાર્થીઓનો પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હોસ્ટેલમાં મારામારીની ઘટના બાદ ગામ્બિયાની ટીમે અમદાવાદ પહોંચી પીડિત વિદેશી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. ગામ્બિયાના ડેલિગેશને કુલપતિને મળી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચર્ચા કરી છે. આ ઉપરાંત શુક્રવારે અફઘાનીસ્તાનના કોન્સ્યુલ જનરલ પણ અમદાવાદ આવશે અને વિદ્યાર્થીઓને મળશે.
ગુજરાત યુનિવર્સિટીના ચાન્સેલર ડો. નીરજા ગુપ્તાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં વિદેશી વિદ્યાર્થીઓને સંવેદનશીલ બનવાનું અને સ્થાનિક સંસ્કૃતિ-માન્યતાઓ વિશે જાગૃત બનવાનું જરૂરી ગણાવ્યું છે. શનિવારે કેટલાક લોકો અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઘૂસ્યા અને પરિસરમાં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. હિંસામાં પાંચ વિદ્યાર્થીઓને ઈજા થઈ. શ્રીલંકા અને તાઝિકિસ્તાનના બે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હિંસાનો વીડિયો પણ વાયરલ થયો છે.
ગુજરાત પોલીસે આ હુમલામાં હાથ હોવાની આશંકાને પગલે અનેક લોકોની ધરપકડ કરી છે. 25 અજાણ્યાઓ વિરુદધ પોલીસે તોફાન, ગેરકાયદેસર રીતે ભેગા થવું, હુમલો કરવો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવું, ગેરકાયદેસર રીતે પ્રવેશ સંલગ્ન અનેક કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. ઘટનાની ચારેબાજુથી ટીકા થઈ રહી છે. વિપક્ષી દળોએ કાનૂન વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા રાજ્ય સરકારને ઘેરી છે.
આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….
આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો
આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી
આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ