આભાર/ CM રૂપાણીએ T20 મેચ દર્શકો વિના રમાડવાના નિર્ણય બદલ GCA હોદ્દેદારોનો માન્યો આભાર

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મહાનગરોમાં કોરોના એ ભારે હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે અમદાવાદમાં આઠ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા રાત્રે 10 પછી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કોરોનાની વકરતી

Top Stories Gujarat Sports
cm thursday 1 CM રૂપાણીએ T20 મેચ દર્શકો વિના રમાડવાના નિર્ણય બદલ GCA હોદ્દેદારોનો માન્યો આભાર

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ મહાનગરોમાં કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે અમદાવાદમાં આઠ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા રાત્રે 10 પછી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. કોરોનાની વકરતી પરિસ્થિતિની વચ્ચે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતની T 20 સીરીઝ ચાલી રહી છે. જેના બે મેચ પૂર્ણ થયા છે, ત્યારે જનહિતાર્થે સ્ટેડિયમમાં વધી રહેલી ભીડને જોતા ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ) દ્વારા ત્રીજો મેચ દર્શકો વિના માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આવકારતા જીસીએનો આભાર માન્યો છે.

motera 2 CM રૂપાણીએ T20 મેચ દર્શકો વિના રમાડવાના નિર્ણય બદલ GCA હોદ્દેદારોનો માન્યો આભાર

અમદાવાદમાં કોરોના બેકાબુ થયો છે. ત્યારે જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની મેચોમાં દર્શકોને આપતા પ્રવેશને લઈ ભારે ચર્ચા જાગી હતી. પરંતુ હવે ગુજરાત ક્રિકેટ એસોસિએશને પોતાનો નિર્ણય બદલ્યો છે. કોરોના સ્થિતિને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે હવે પછી રમનાર આગામી ટી20 મેચોમાં દર્શકોને પ્રવેશ નહીં અપાય તેવો મહત્વનો નિર્ણય જીસીએએ લીધો છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી ગુજરાત ક્રિકેટ એસોસિએશનને ‘થેંક યુ’ કહ્યું છે.

India vs England: That's the way the pitch crumbles | Hindustan Times

મુખ્યમંત્રીએ ટ્વીટમાં કહ્યું છે કે, “ટી20 મેચોમાં દર્શકોને મંજૂરી ન આપવા બીસીસીઆઈ અને જીસીએ દ્વારા લેવાયેલો નિર્ણય એ ખૂબ સમજદારી પૂર્વકનું પગલું છે. તે કોરોના સામેની આપણી લડતને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. આ નિર્ણય લેવા બદલ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અન્ય હોદ્દેદારોનો આભાર માનું છું.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…