itanagar/ અરૂણાચલ પ્રદેશમાં આસામ રાઇફલ્સ પેટ્રોલિંગ ટીમ પર હુમલો

અરુણાચલ પ્રદેશમાં, આસામ રાઇફલ્સ પેટ્રોલિંગ ટીમ પર હુમલો થયાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. સરકારી સુત્રોનાં હવાલાથી આ માહિતી મળી છે.

Top Stories India
ipl2020 60 અરૂણાચલ પ્રદેશમાં આસામ રાઇફલ્સ પેટ્રોલિંગ ટીમ પર હુમલો

અરુણાચલ પ્રદેશમાં, આસામ રાઇફલ્સ પેટ્રોલિંગ ટીમ પર હુમલો થયાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. સરકારી સુત્રોનાં હવાલાથી આ માહિતી મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ આતંકી હુમલામાં એક સૈનિકનું મોત નીપજ્યું છે. કેટલા સૈનિકો ઘાયલ થયા છે, તેની કોઈ માહિતી મળી નથી. સેના દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ શંકાસ્પદ આતંકવાદી હુમલો અરુણાચલ પ્રદેશનાં તીરપ જિલ્લામાં સૈનલિયમ ટ્રાઇ-જંકશન સ્થિત ખોંસા લાજૂ રોડ પર થયો છે. આ વિસ્તાર ભારત-મ્યાનમાર સરહદથી બહુ દૂર નથી. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલા બાદ આ વિસ્તારમાં સઘન ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.