By Election/ ગઢડા કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસના બે સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા

ગઢડા કોંગ્રેસના સિનીયર નેતા ગણાતા ભાણજીભાઇ સોસા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. ભાણજીભાઇ ગઢડા બેઠક પર કોંગ્રેસનાં દાવેદાર ગણાતા હતા. જયારે અન્ય કોંગી નેતા ભારતીબેન ભીંગરડીયા પણ ભાજપમાં જોડાયા છે.

Top Stories Gujarat Others
vishvas ghat 1 ગઢડા કોંગ્રેસમાં ભંગાણ, કોંગ્રેસના બે સિનિયર નેતાઓ ભાજપમાં જોડાયા

ગુજરાતમાં પેટા ચૂંટણીના બ્યુગલ વાગી રહ્યા છે. ત્યારે જોડતોડની નીતિ પણ ચરમ કક્ષાએ પહોચી છે. ગુજરાતમાં પેટા ચૂંટણી પહેલા જ ગઢડા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના બે નેતા એ કેસરિયો ધારણ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઢડા કોંગ્રેસના સિનીયર નેતા ગણાતા ભાણજીભાઇ સોસા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. ભાણજીભાઇ ગઢડા બેઠક પર કોંગ્રેસનાં દાવેદાર ગણાતા હતા. જયારે અન્ય કોંગી નેતા ભારતીબેન ભીંગરડીયા પણ ભાજપમાં જોડાયા છે.

ગઢડામાં બે સિનીયર  નેતા ભાજપમાં જોડતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મહિલા અગ્રણ સહિત બે સિનીયર નેતા ભાજપમાં જોડતા આ પેટા ચૂંટણી કોંગ્રેસ માટે હવે કપરા ચઢાણ સાબિત થશે.

ભારતીબેન ભીંગરડીયા આ વિસ્તારનાં જાણીતાં મહિલા આગેવાન છે અને તેમની સાથે અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ભાણજીભાઈ સોસા (બી.જે સોસા) ગુજરાત સરકારના ભૂતપૂર્વ અધિકારી છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ (GAS) કેડરના અધિકારી રહી ચૂકેલા સોસા ભાવનગર જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન છે. સોસા કોંગ્રેસમાંથી ગઢડા બેઠક પર ટિકિટ માટેના પ્રથમ હરોળના દાવેદાર હતા. સોસાના જોડાવાથી કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે.