રાજનીતિક/ કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાસદાન ગઢવી આપમાં જોડાયા, ઈસુદા ગઢવીએ કર્યું સ્વાગત

આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમને ટોપી પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઢવીએ તાજેતરમાં જ કોંગ્રેસ નેતાગીરીની ટીકા કરી હતી.

Top Stories
કૈલાસદાન ગઢવી
  • કોંગ્રેસના પૂર્વ નેતા આપમાં જોડાયા
  • કૈલાસદાન ગઢવી જોડાયા AAPમાં
  • 300 સમર્થકો સાથે AAPમાં જોડાયા
  • AAP નેતાઓની હાજરરીમાં જોડાયા AAPમાં
  • AAPના ચૂંટણી ઇન્ચાર્જની હાજરીમાં જોડાયા AAPમાં 

ગુજરાત કોંગ્રેસના પૂર્વસિનિયર નેતા કૈલાસદાન ગઢવી આપમાં જોડાયા છે.કૈલાસદાન ગઢવી પોતાના 300 સમર્થકો સાથે AAPમાં જોડાયા છે.AAPના ચૂંટણી ઇન્ચાર્જ ગુલાબસિંહ અને AAP નેતા ઈસુદાન ગઢવીની હાજરીમાં કૈલાસદાન ગઢવી 300 સમર્થકો સાથે AAPમાં જોડાયા છે. આપ નેતા ઈસુદાન ગઢવીએ તેમને ટોપી પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગઢવીએ તાજેતરમાં જ કોંગ્રેસ નેતાગીરીની ટીકા કરી હતી અને પાર્ટી છોડી રહ્યાનો સંકેત આપ્યો હતો. આ પૂર્વે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના બે કોર્પોરેટર સહિતના અગ્રણીઓ કોંગ્રેસનો હાથ છોડીને ઝાડું પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસના હાથનો સાથ છોડી ઝાડુ પકડી લીધું છે. કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવીએ ટ્વિટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કૈલાશ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં કોંગ્રેસ સત્તા બનાવવામાં નિષ્ફળ જઇ રહી છે જેને કારણે તેમના કાર્યકરોને નુકસાન થઇ રહ્યું છે.’

આ મામલે કૈલાશ ગઢવી અને ગુલાબસિંહ યાદવે મહત્વનું નિવેદન આપ્યું છે. કૈલાશ ગઢવીએ જણાવ્યું કે, ‘હું આજે નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છું. ગુજરાત સદાય રાજનીતિની પ્રયોગ શાળા છે. 27 વર્ષથી અહંકારી સરકાર સત્તા ભોગવી રહી છે. અમે લડત આપતા હતા અને લડત લડતા રહીશું. તેમજ સારી આરોગ્ય અને શિક્ષણની વ્યવસ્થા પણ ઊભી કરીશું. અમે કામ કરીશું, મહેનત કરીશું. અમે પરિણામલક્ષી કામ કરીશું.’

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા વ્યવયાસે સીએ કૈલાસદાન ગઢવીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને કોંગ્રેસ છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘સત્તા મેળવવા માટે કે સરકાર બનાવવાના કટ્ટર સંકલ્પના અભાવના કારણે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની નેતાગીરી રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ રહેતા સૌથી વધુ નુકસાન જમીન સાથે જોડાયેલા અને રાત દિવસ મહેનત કરતા કાર્યકરોને થાય છે. હવે બહુ થાક લાગ્યો છે ચાલો કઈંક નવું કરીએ’. ત્યારબાદ કૈલાસદાન ગઢવીએ દિલ્હી ખાતે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની મુલાકાત લીઘી હતી અને હવે તેઓ કોંગ્રેસ છોડીને આપમાં જોડાઈ ગયા છે. રવિવારે આપના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં ગઢવી સાથે કોંગ્રેસના અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ આપમાં જોડાયા છે.

આ પણ વાંચો: ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ કસ્ટડીમાં, કોંગ્રેસે પોલીસ સ્ટેશન બહાર કર્યો વિરોધ

ગુજરતનું ગૌરવ