Not Set/ સિવિલ ખાતે કોરોના દર્દીઓની સંખ્યા 100, પચાસ ટકા દર્દીઓ ઓક્સિજન ઉપર, ડોક્ટરે કહ્યું,-

કોરોના કેસ ઘટી રહ્યા છે. પણ ગંભીર બીમારી ધરાવતા અને વેક્સિન નહિ લીધેલા વ્યક્તિઓએ હાલમાં પણ વધું સાવચેતીની જરૂર છે.

Top Stories Ahmedabad Gujarat
ઓક્સિજન કોરોના કેસ ઘટી રહ્યા છે. પણ ગંભીર બીમારી ધરાવતા અને વેક્સિન નહિ લીધેલા વ્યક્તિઓએ હાલમાં પણ વધું સાવચેતીની જરૂર છે.

રાજ્યામાં ભલે કોરોના કેસ ઘટી રહ્યા છે પરંતું હજુ પણ વધુ સાવાચેતી રાખવાની સલાહ નિષ્ણાંત આપી રહ્યા છે. હાલમાં કોમોર્બિડ અને ગંભીર બિમારી વાળ દર્દીઓને ઓક્સિજન કે વેન્ટિલેટરની વધુ જરૂર પડી રહી છે. સિવિલમાં દાખલ દર્દીઓમાં 45 દર્દીઓ ફૂલ વેકસીનેટેડ છે તો 15 દર્દીઓએ માત્ર એક જ ડોઝ લીધેલો છે. પરંતુ જે 39 દર્દીઓએ વેક્સિન  લીધી જ નથી. તે દર્દીઓને વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂરીયાત ઉભી થઇ છે. આથી જ હોસ્પિટલના સિનિયર ડોક્ટર્સ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા માટે ચેતવી રહ્યા છે.

કોરોનાના કેસમાં ઘટાડો
કોરોના ગાઈડ લાઈનનું પાલન હિતાવહ
કોમોર્બિડ લોકો સાવચેતી જાળવે

આમ તો કોરોના કેસ ઘટી રહ્યા છે. પણ ગંભીર બીમારી ધરાવતા અને વેક્સિન નહિ લીધેલા વ્યક્તિઓએ હાલમાં પણ વધું સાવચેતીની જરૂર છે. કારણ કે અત્યારે ઓક્સિજન કે વેન્ટિલેટરની એવા લોકોને વધારે જરૂર પડી રહી છે. તો બીજું એક કારણ એ પણ છે કે જેમને ગંભીર બીમારી છે અને વેક્સિન નથી લીધી તો તેમને પણ કોરોના ગંભીર અસર કરી રહયો છે. હાલમાં અસારવા સિવિલ ખાતે કોરોનાથી  પીડિત દર્દીઓની સંખ્યા 100 છે. જેમાં 64 પોઝિટિવ છે, જ્યારે 11 દર્દીના રિપોર્ટ પેન્ડિંગ છે. તો એ સિવાયના 25 નેગેટિવ થઈ ચૂક્યા છે. હાલ જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તે પૈકીના 3 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 21 બાઈપેપ ઉપર છે તો 52 દર્દી ઓક્સિજન પર છે. અને 24 દર્દી સ્ટેબલ છે.

જે દર્દીઓ દાખલ છે તેના વેક્સિનની સ્થિતિ જોઈએ તો 45 દર્દી ફૂલ વેકસીનેટેડ છે 15 દર્દીઓએ એક ડોઝ લીધો છે અને 39 એ વેક્સિન જ નથી લીધી. અને આ દર્દીઓને વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઇ છે. જેથી ડોકટર સલાહ આપી રહ્યા છે કે વેક્સિન બાકી હોય તો વેક્સિન લઈ લે અને જેમને દવાઓ ચાલુ હોય તો તે ભલે વેક્સિન ના લે પરંતુ તે ઘર બહાર ના નીકળે કે કોરોના ગાઈડ લાઈનનું ફરજીયાત પાલન કરે.  હાલ જે પ્રમાણે કેસ ઘટી રહ્યા છે તેનાથી ડોકટરોને હાશકારો થયો છે પરંતુ સચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.

ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે

આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા

ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ

Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને  પરિણામ..