Not Set/ ડાંગ: લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત, 10 લોકોને ગંભીર ઈજાઓ

ડાંગ, ડાંગમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પાસેથી આ લકઝરી બસ પસાર થઇ રહી હતી. આ દરમિયાન પૂરઝડપે આવતી ટ્રકે લકઝરી બસને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ લકઝરી બસનાં કાચ પણ તૂટી ગયા હતા,આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા […]

Gujarat Others Videos
mantavya 121 ડાંગ: લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બે લોકોના મોત, 10 લોકોને ગંભીર ઈજાઓ

ડાંગ,

ડાંગમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી અનુસાર સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પાસેથી આ લકઝરી બસ પસાર થઇ રહી હતી.

આ દરમિયાન પૂરઝડપે આવતી ટ્રકે લકઝરી બસને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં જ લકઝરી બસનાં કાચ પણ તૂટી ગયા હતા,આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં લકઝરી બસના ડ્રાઇવર અને મહિલા મુસાફરનો સમાવેશ થાય છે.

સાથો સાથ આ અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.