Not Set/ ગોંડલ નાગરિક બેંક પર ફરી ભાજપનું શાસન, જાહેર કરાયેલા 8 ઉમેદવારોમાં 6 ભાજપનાં

ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ફરી ભાજપ ચાલુ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને ચેરમેનની જીત કોંગ્રેસનાં પણ બેં યુવા નેતાની થઇ જીત વહિવટદાર શાસનનો અંત જેન્તીભાઇ ઢોલ ફરી સંભાળી શકે છે સુકાન મલ્ટીસીટી સેડ્યુલ કોઓપરેટીવ બેંક ગોંડલ નાગરિક બેન્કની ગવરનીંગ બોડી નીમવા માટે સામાન્ય ચૂંટણીમાં 15 તારીકે થયેલા મતદાન અને બાદમાં મતગણતરી બાદ જાહેર કરાયેલા પરિણામોમાં ભાજપ પ્રેરીત […]

Gujarat Others
bjp vs congress ગોંડલ નાગરિક બેંક પર ફરી ભાજપનું શાસન, જાહેર કરાયેલા 8 ઉમેદવારોમાં 6 ભાજપનાં
  • ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ફરી ભાજપ
  • ચાલુ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને ચેરમેનની જીત
  • કોંગ્રેસનાં પણ બેં યુવા નેતાની થઇ જીત
  • વહિવટદાર શાસનનો અંત
  • જેન્તીભાઇ ઢોલ ફરી સંભાળી શકે છે સુકાન

મલ્ટીસીટી સેડ્યુલ કોઓપરેટીવ બેંક ગોંડલ નાગરિક બેન્કની ગવરનીંગ બોડી નીમવા માટે સામાન્ય ચૂંટણીમાં 15 તારીકે થયેલા મતદાન અને બાદમાં મતગણતરી બાદ જાહેર કરાયેલા પરિણામોમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો છે. મતદાન બાદ કરવામાં આવેલી ચૂંટણી મતગણતરી પૂર્ણ થતા, કુલ 8 ઉમેદવારોમાંથી 6 ભાજપ પ્રેરિત ઉમેદવારોનો વિજય થયો હોવાનું જાહેર કરવામાં આવતા. આ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. તો સાથે સાથે ચૂંટણીમાં 2 કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારનો પણ વિજય થયો છે.

ભાપજ તરફથી પ્રતિષ્ઠાની જંગ સમાન આ ચૂંટણીમાં હાલનાં ચાલું સાંસદ રમેશભાઈ ધડૂક અને  પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગોંડલ નાગરિક બેંકનાં પૂર્વ ચેરમેન જેન્તિભાઇ ઢોલનો વિજય થયો હતો. તો સાથે સાથે ભાજપ પ્રેરીત ડો. પ્રમોદ પટેલ, કુરજીભાઇ વિરડીયા અને પ્રહલાદભાઇ પારેખને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ વહીવટદાર નિમાયા પૂર્વે જેમની પાસે સત્તાનું સુકાન હતું તેવા ગોંડલ નાગરિક બેંકનાં પૂર્વ ચેરમેન યતીશ ગોંવિદભાઇ દેશાઇ અને ન.પા.નાં કોંગ્રેસ વિરોધ પક્ષનાં નેતા ઓમદેવસિંહ પ્રભાતસિંહ જાડેજાનો પણ વિજય થયો હતો.

આપને જણાવી દઇએ કે ગોંડલ નાગરિક બેંકની આ ચૂંટણી ધણા પીઢ રાજનેતાઓ માટે ખરાખરીનો જંગ માનવામાં આવી રહ્યો હતો. અને ભાજપ માટે તાલુકા સહકારી ક્ષેત્રમાં પડકાર સમી આ ચૂંટણીમાં ભાજપે ગોંડલ તાલિુકા ભાજપનાં શિરસ્ત નેતાગીરીને મેદાને ઉતારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન