સુરેન્દ્રનગર/ હળવદ પોલીસ દ્વારા ટ્રકની તાલપત્રી તોડી ચોરી કરતી ગેડીયા ગેંગના બે સાગરીતને પકડાયા

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર હળવદના દેવળીયા નજીક બે વર્ષ પૂર્વે ટ્રકની તાલપત્રી તોડી તેલના ડબ્બા, સાયકલ અને ઓટોપાર્ટ સહિત ૨ લાખથી વધુની ચોરીને અંજામ આપનાર કુખ્યાત ગેડીયા ગેંગના બે સાગરીતોને ધ્રાંગધ્રા પોલીસે ઝડપી લેતા આ બન્ને આરોપીઓનો હળવદ પોલીસે કબ્જો મેળવ્યો છે,નોંધનીય છે કે, આ અગાઉ આ કેસમાં ચાર આરોપી ઝડપાઇ ગયા હતા […]

Gujarat Others
Untitled 275 હળવદ પોલીસ દ્વારા ટ્રકની તાલપત્રી તોડી ચોરી કરતી ગેડીયા ગેંગના બે સાગરીતને પકડાયા

સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

હળવદના દેવળીયા નજીક બે વર્ષ પૂર્વે ટ્રકની તાલપત્રી તોડી તેલના ડબ્બા, સાયકલ અને ઓટોપાર્ટ સહિત ૨ લાખથી વધુની ચોરીને અંજામ આપનાર કુખ્યાત ગેડીયા ગેંગના બે સાગરીતોને ધ્રાંગધ્રા પોલીસે ઝડપી લેતા આ બન્ને આરોપીઓનો હળવદ પોલીસે કબ્જો મેળવ્યો છે,નોંધનીય છે કે, આ અગાઉ આ કેસમાં ચાર આરોપી ઝડપાઇ ગયા હતા અને હજુ પણ ત્રણ આરોપી પકડવાના બાકી છે

બનાવ અંગેની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૧૯ના જૂન મહિનામાં હળવદ-માળીયા હાઈવે પર આવેલ દેવળિયા ગામ નજીક આઈસર ટ્રકમાં થી તાલપત્રી કાપી ઓટોપાર્ટના કાર્ટુન,સાયકલના સ્પેરપાર્ટના કાર્ટુન તેમજ તેલના ડબ્બા મળી કુલ ૨.૫ લાખની ચોરી થયાનો ગુનો હળવદ પોલીસ મથકે નોંધાયો હતો.

જેથી પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરતા અગાઉ આ ચોરીના બનાવમાં ગેડિયા ગેંગના ચાર શખ્સોને ઝડપી લેવાયા હતા જ્યારે આ ચોરીના ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને ધાંગધ્રા પોલીસે ઝડપી લેતા આ બંને શખ્સોનો હળવદ પોલીસે કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે ઝડપાયેલા આરોપી મોહમ્મદભાઈ માલાજી જતમલેક અને હરપાલ સિંહ ઉર્ફે કાળુભા બટુકસિંહ ઝાલા રહે બંને ઇગરોડી,તા.લખતર, જિ.સુરેન્દ્રનગર અન્ય કેટલી ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા છે તેમ સહિતની હળવદ પોલીસ તપાસ ચલાવી રહી છે