Not Set/ 15 આરોગ્ય કર્મચારીઓ વિરૂદ્ધ એપેડેમીક એક્ટ હેઠળ નોધાઈ ફરિયાદ

ખેડા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે હડતાળ કરી રહ્યા હતા. તેવા સમયે આરોગ્ય અધિકારી દ્વારા તેમની વિરુધ્ધ ઠાસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે.

Gujarat Others Trending
સુરત સી r patil 3 15 આરોગ્ય કર્મચારીઓ વિરૂદ્ધ એપેડેમીક એક્ટ હેઠળ નોધાઈ ફરિયાદ
  • ઠાસરા આરોગ્ય અધિકારીએ કરી ફરિયાદ
  • ઠાસરા પોલીસ સ્ટેશને નોધાઈ ફરિયાદ
  • હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ
  • પીએચસીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉતર્યા હતા હડતાળમાં

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં દરેક જિલ્લા આજે કોરોના સામે લડી રહ્યા છે. તેવામાં  આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ ને લઈ છેલ્લા કેટલાક સમયથી હડતાલનું  શસ્ત્ર  ઉગામ્યું  છે. જેને પરિણામે રાજયના અનેક દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આજરોજ ખેડા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ સાથે હડતાળ કરી રહ્યા હતા. તેવા સમયે આરોગ્ય અધિકારી દ્વારા તેમની વિરુધ્ધ ઠાસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવામાં આવી છે. ઠાસરા PHC માં ફરિયાદ બજાવતા કર્મચારીઓની વિરુધ્ધ માં એપેડેમીક એક્ટ 188 ની હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તબીબી ક્ષેત્રમાં જોડાયેલા લોકો માટે સરકારે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. આ મહામારીના સમયમાં આરોગી અધિકારીઓએ હડતાળ જેવુ શસ્ત્ર ઉઠાવે તો તેમની સામે કડક પગલા  હુકમઅને એપેડેમીક એક્ટ હેઠળ  ગુનો નોધવા જણાવાયું હતું.

bharuch aag 28 15 આરોગ્ય કર્મચારીઓ વિરૂદ્ધ એપેડેમીક એક્ટ હેઠળ નોધાઈ ફરિયાદ