Not Set/ વડોદરા/ સેન્ટ્રલ જેલમાં ફરીથી હાથ લાગ્યા મોબાઇલ, કુલ ૫ મોબાઈલ મળી આવ્યા

વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળવાની ઘટના સામે આવી છે. જેલની બેરેકના નળિયાની નીચે છુપાવેલ 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાકાંડનાં કેદી સલીમ જરદા અને અન્ય બે પાકા કામના આરોપી આ મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યું છે. આ ત્રણે આરોપીની સામે વડોદરાની રાવપુરા પોલીસ મથકે ગુનો […]

Top Stories Gujarat Vadodara
rajkot 5 વડોદરા/ સેન્ટ્રલ જેલમાં ફરીથી હાથ લાગ્યા મોબાઇલ, કુલ ૫ મોબાઈલ મળી આવ્યા

વડોદરા શહેરની સેન્ટ્રલ જેલમાંથી ફરી એકવાર મોબાઈલ મળવાની ઘટના સામે આવી છે. જેલની બેરેકના નળિયાની નીચે છુપાવેલ 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરાકાંડનાં કેદી સલીમ જરદા અને અન્ય બે પાકા કામના આરોપી આ મોબાઈલ ફોન નો ઉપયોગ કરતા હોવાનુ સામે આવ્યું છે. આ ત્રણે આરોપીની સામે વડોદરાની રાવપુરા પોલીસ મથકે ગુનો નોધાયો છે.

વડોદરા સેન્ટ્રલ જેલની જડતી સ્ક્વોડે સોમવારે સવારના સમયે મળેલી બાતમીના આધારે યાર્ડ નંબર 11ની બેરેક નંબર 4 ના નળિયાંની નીચે તપાસ કરતાં 1 મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત બેરેક નંબર 3ની બારી નંબર 1ના ઉપરના ભાગેથી પણ નળિયાં નીચે છુપાવીને રાખેલા 2 મોબાઇલ તથા બેરેક નંબર 3ની બારી નંબર 4ના ઉપરના ભાગે નળિયાંની નીચે છુપાવી રાખેલ 2 મોબાઇલ તથા 2 એસેમ્બલ ચાર્જર અને 1 બેટરી મળી આવ્યા હતા.

આ મોબાઇલ ફોનનો ઉપયોગ ગોધરા કાંડનો પાકા કામનો કેદી સલમાન જર્દા, પાકા કામનો કેદી સાજીદ હુસેન ઉમર ફારુક અરબ તથા પાકા કામનો કેદી તોસિફમિયાં યુસુફ મિયાં મલેક કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીs દ્વારા આ મોબાઈલ માંથી કોને કોને ફોન કરવામાં આવ્યા છે તેની તપાસ કોલ ડિટેલના આધારે શરૂ કરવામાં અઆવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.