લાલબત્તી સમાન કિસ્સો/ સુરતમાં રમતરમતમાં બાળકીએ પી લીધું એસિડ, માસૂમની હાલત છે ગંભીર

સુરતમાં રમત રમતમાં એક વર્ષની માસૂમ બાળકી એસિડ ગટગટાવી ગઈ છે જેના પગલે ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

Top Stories Gujarat Surat
એસિડ

જો તમે તમારા નાના બાળકોને ઘરમાં એકલારમવા માટે છોડીને કામમાં વ્યસ્ત થઇ જાવ છો તો તમારા માટે સુરતનો કિસ્સો જાણવો ખૂબ જરૂરી છે. તમામ માતાપિતા (Parents) માટે આંખ ઉઘાડતો એક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. આ કિસ્સો ખરેખર તમામ માટે લાલબત્તી સમાન છે. શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં 1 વર્ષની બાળકીએ રમતા રમતા એસિડ પી લીધુ છે. તેમાં બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લવાઈ છે. જેમાં બાળકીની તબિયત હાલ અત્યંત નાજુક છે. તથા બાળકીની સારવાર ચાલી રહી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ મદીના મજીદ પાસે એક શ્રમજી પરિવારની એક વર્ષની દીકરી રમી રહી હતી. તેની માતા રસોઈ બનાવી રહી હતી. ત્યારે જ બાળકી રમતારમતા બાથરૂમ પાસે પોહ્ચી હતી. બાળકીએ ત્યાં એસિડનો બોટલ મોં નાખી રડવા લાગી હતી. માતાએ જોતા જ તેને તરત ઓટો રીક્ષામાં નવી સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી.જ્યાં બાળકીની સારવાર માટે ડૉક્ટરોની એક આખી ટીમ કામે લાગી ગઈ છે. હાલ બાળકીની તબિયત ખુબ સિરિયસ છે તેવું જાણવા મળ્યું છે.

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઇસીયુ વિભાગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકી 50 ટકા એસિડ ગટગટાવી જતા હાલત વધુ ગંભીર છે. જોકે, આ ઘટનાને લઈને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પેહલા પણ લીંબાયત વિસ્તારમાં આવેલ મદીના મજીદ પાસે જ બે વર્ષની બાળકી રમતારમતા પાણીના તબમાં ઉંધી વાળી જતા તેનું મોત થઇ ગયું હતું. ત્યારેબાદ પાંડેસરા વિસ્તારમાં ત્રણ વર્ષનો બાળક ચોથા માળેથી પડી જતા મોત નીપજ્યું હતું. જોકે આવી ઘટનાઓથી માતા-પિતાએ શીખવા જેવું છેકે, નાની નાની બાબતે પણ તેઓ પોતાના સંતાન નું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેઓ ઘરમાં એકલા રમતા હોય તો વારંવાર તેમની ઉપર ધ્યાન આપતાં રહેવું જોઈએ. હાલ આ બાળકી હોસ્પિટલમાં સારવારમાં છે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો