Asia Cup/ શ્રીલંકાએ ભારે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું, હવે ફાઇનલમાં ભારત સામે મુકાબલો

એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 42 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા હતા

Top Stories Sports
14 1 શ્રીલંકાએ ભારે રોમાંચક મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવ્યું, હવે ફાઇનલમાં ભારત સામે મુકાબલો

પાકિસ્તાન અને શ્રીલંકા એશિયા કપ 2023 સુપર-4ની 5મી મેચ આજે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં શ્રીલંકા સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 42 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 252 રન બનાવ્યા હતા,જયારે શ્રીલંકાએ પાકિસ્તાનને બે વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. શ્રીલંકાએ 8 વિકેટ ગુમાવીને 252 રન કર્યા હતા અને મેચ જીતી હતી

વરસાદના કારણે મેચ શરૂઆતમાં 45-45 ઓવરથી શરૂ થઈ હતી પરંતુ બાદમાં વરસાદના વિક્ષેપને કારણે તેને 42-42 ઓવરની કરવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને અણનમ 86, અબ્દુલ્લા શફીકે 52 જ્યારે ઈફ્તિખાર અહેમદે 47 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મેથિસા પથિરાનાએ ત્રણ અને પ્રમોદ મદુસને બે વિકેટ ઝડપી હતી.