અમદાવાદ/ ખોખરામાં મહિલા પોલીસકર્મીનો આપધાત, ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં ગોરના કુવાની કેનાલ પર આવેલી કર્મભૂમિ રો-હાઉસ સોસાયટી મહિલા પોલીસકર્મીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

Ahmedabad Gujarat
Untitled 44 6 ખોખરામાં મહિલા પોલીસકર્મીનો આપધાત, ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

અમદાવાદમાં મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હોવાની ધટના સામે આવી છે.ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં ગોરના કુવાની કેનાલ પર આવેલી કર્મભૂમિ રો-હાઉસ સોસાયટી મહિલા પોલીસકર્મીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.આત્મહત્યા કરનાર પોલીસકર્મી મનીષાબા રાજેન્દ્રસિંહ વાઘેલા મણિનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનંઉ સામે આવ્યું છે.

આ  પણ વાંચો ;પંજાબ / BJP-કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી સાથે લડશે ચૂંટણી, બેઠક વહેચણી અંગે થઇ ચર્ચા

મહિલા પોલીસકર્મી મનીષાબા વાઘેલાને તેઓનાં ભાઈ 3 દિવસથી સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, જોકે બહેને ફોન ન ઉપાડતા તેમનો ભાઈ ઘરે આવ્યો હતો અને ઘરમાં મહિલાનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી.. આ ધટના અંગે જાણ થતા ખોખરા તેમજ મણિનગર પોલીસનો કાફલો ધટના સ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો ;ગુજરાત / બાંગ્લાદેશનુ પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે

પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાએ બે કે ત્રણ દિવસ પહેલા ગળેફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે.. ત્યારે મહિલાનાં પતિ અને પુત્ર જામનગરમા લગ્નપસંગમાં હતા તે સમયે તેઓએ આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે, જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો.. મહત્વનું છે કે 48 કલાકથી વધુ સમય પહેલા મહિલા પોલીસ કર્મીએ આત્મહત્યા કરી હોવા છતાં કોઈને જાણ કેમ ન થઈ તે સવાલ ઉભો થયો છે, ત્યારે પોલીસને મહિલાનાં ઘરમાંથી કોઈ પણ સુસાઈડ નોટ મળી નથી, જેથી ખોખરા પોલીસે મહિલા કોન્સ્ટેબલનાં પરિવારની પુછપરછ કરી આત્મહત્યાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે..સુત્રો તરફથી મળતી માહિતી મુજબ મહિલા કોન્સ્ટેબલ આ ઘરમાં એકલા રહેતા હતા ત્યારે પારિવારીક સંબંધોનાં કારણે આ આત્મહત્યા થઈ છે કે કે તે અંગે પોલીસ તપાસ બાદ ખુલાસા થઈ શકે તેમ છે