ગુજરાત/ રાજકોટમાં આજે કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનો બહોળો પ્રતિસાદ મળ્યો……

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન હર ઘર દસ્તક હેઠળ ઘર આંગણે જઈને પણ કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે

Gujarat Rajkot
Untitled 11 6 રાજકોટમાં આજે કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનો બહોળો પ્રતિસાદ મળ્યો......

રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા હતા ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ નિયંત્રણમાં લાવવા અથાગ પ્ર્યતનો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સમગ્ર દેશમાં  વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે.  ત્યારે સરકારદ્વારા ત્રીજી લહેરથી બચવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ  હાથ ધરાયો છે.. જે અંતર્ગત આરોગ્ય તંત્ર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરીને વેગ આપવા વધુમાં વધુ લોકોને ઝડપી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી આરોગ્યની ટીમ લોકોના ઘર ઘર જઈ રસીકરણની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો:રાહતની વાત / શું ઓમિક્રોનથી ડરવું જરૂરી છે? જાણો શું કહે છે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથન

ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે અને આવતીકાલે કોરોના વેક્સીનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 22 આરોગ્ય કેન્દ્રો ખાતે સવારે 09:00 વાગ્યાથી સાંજના 09:00 વાગ્યા સુધી તેમજ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પદ્મકુંવરબા હોસ્પિટલ-ગુંદાવાડી, રેલ્વે હોસ્પિટલ અને ઇએસઆઇએસ હોસ્પિટલ ખાતે સવારે 9 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી અને રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ દિન દયાળ ઔષધાલયમાં બપોરના 2 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તેમજ મોલ, માર્કેટ, હોકર્સ ઝોન, ક્ધસ્ટ્રકશન સાઈટ, સ્લમ વિસ્તાર, સોસાયટી વિસ્તારમાં 63 મોબાઈલ મેડીકલ ટીમ દ્વારા કોરોના વેક્સીનેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં  બપોર સુધીમાં 8213 નાગરિકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. હાલ મેગા ડ્રાઈવની કામગીરી ચાલુ છે.મેગા ડ્રાઈવ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ શહેરમાં નુરાનીપરા સ્લમ વિસ્તાર, નંદનવન આરોગ્ય કેન્દ્ર અને રૈયાધાર સ્લમ ક્વાર્ટરના દિનદયાળ ઔષધાલય ચાલતી વેક્સીનેશનની કામગીરી નિહાળી હતી.

આ પણ વાંચો :નવો વેરિઅન્ટ / અમદાવાદીઓ સાવધાન! લંડનથી આવેલી યુવતી સંક્રમિત, સેમ્પલ પુણે મોકલાયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવ દરમ્યાન હર ઘર દસ્તક હેઠળ ઘર આંગણે જઈને પણ કોરોના વેક્સીન આપવામાં આવી રહી છે. મનપા દ્વારા વેકસીનનો બીજો ડોઝ લેવાનો સમય થાય ગયેલા નાગરિકોને ટેલીફોનીક પણ જાણ કરી વેક્સીન લઇ લેવા અપીલ કરવામાં આવી રહી છે.