Rajkot News: રાજકોટના મવડી હેડ ક્વાર્ટરમાં હેડ કોન્સ્ટેબલે 10મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરતાં ચકચાર મચી છે. પોલીસ આપઘાતનું કારણે શોધી રહી છે તેમજ અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભાર્ગવ બોરીસાગરે બિલ્ડીંગના 10મા માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો છે. ઉપરથી નીચે પટકાતાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. તુરંત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થાને પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસ પૂછપરછમાં વધુ માહિતી મળે તેવી આશા દેખાઈ રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે. ભાર્ગવ બોરિસાગરના પરિવારને તેમના મોત થયા અંગે જાણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:દિવ્યાંગ યુવતી સાથે દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવનાર આરોપીની ધરપકડ
આ પણ વાંચો:સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં
આ પણ વાંચો:પાલનપુરમાં મહેશ્વરી પેપરમિલમાં ગેસ ગૂંગળામણથી 3 મજૂરોના મોત