અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં ગુનાખોરી ખૂબ જ વધી ગઈ હોય તેવું પોલીસ ચોપડે જોતા લાગી રહ્યું છે. એક સમયે શાંત વિસ્તારની યાદીમાં તેનો સમાવેશ થતો હતો. પરંતુ, કેટલાક સમયથી અમદાવાદનાં જમાલપુરનાં માહોલમાં બદલાવ જોવા મળી રહ્યું છે.
ગઈ કાલે મોડી સાંજે એક સાથે ત્રણ ઘટના જમાલપુર વિસ્તારમાં બની હતી. જેમાં ઇમદાદ હાઉસમાંથી 1.50 લાખ રૂપિયાનાં સોનાની ચોરી થઈ હતી. જેની પોલીસ ફરિયાદ થતાં સમગ્ર વિસ્તારમાં તેની ભારે ચર્ચા ચાલી હતી. તો બીજી તરફ જમાલપુર વિસ્તારમાં જ ઉપરા છાપરી બે મારામારીની ઘટના ઘટી હતી. જેમાં એક વકીલાતનો વ્યવસાય કરતા વ્યક્તિ પર એક ઈસમે હુમલો કરીને ગડદા પાટું માર માર્યો હતો. જેમાં વકીલે પોલીસ ફરિયાદ કરતા જાણવા મળ્યું હતું કે પાણી પીવા જેવા સામાન્ય બોલાચાલીમાં હુમલો કરાયો હતો.
તેમજ બીજી એક મારામારીની ઘટના એવી હતી કે જમાલપુરનાં સિંધીવાડમાં પણ સામાન્ય બોલાચાલીમાં એક ઈસમે અન્ય એક વ્યક્તિ પર મૂઢમાર મારતાં તેની પણ પોલીસ ફરિયાદ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી. આમ, મોડી સાંજે એક પછી એક એમ ત્રણ ઘટના જમાલપુર વિસ્તારમાં બનતા પોલીસની ગાડીઓ દોડતી થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.