Bribe Case/ પાલનપુર RTO ઈન્સ્પેક્ટર સહિત 2 શખ્સો લાંચ લેતા ઝડપાયા

બીજી તરફ ફરિયાદી બિલના નાણાં ચુકવતો ન હતો. આથી ઈન્સ્પેક્ટરે ફરિયાદીના બિલ ત્રણ દિવસથી અટકાવી રાખ્યા હતા. તેમણે ફરિયાદીને આ રકમ પોતાના વચેટીયા ભરત પટેલને આપે તો જ કામ થશે, તેમ કહી દીધું હતું.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 07T180207.020 પાલનપુર RTO ઈન્સ્પેક્ટર સહિત 2 શખ્સો લાંચ લેતા ઝડપાયા

Banaskantha News: પાલનપુરમાં વાહનોના કામકાજ સંદર્ભે એક ઓટો એડવાઈઝર પાસેથી રૂ.11,700 ની લાંચ લેતા પાલનપુર આરટીઓ ઈન્સ્પેક્ટર સહિત બે જણા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

આ બનાવની વિગત મુજબ ફરિયાદી ઓટો એડવાઈઝરની ઓફિસમાં કામ કરે છે. તેમની ઓફિસમાં કામ માટે આવતા ગ્રાહકોના વાહનોના નામ, ફેરબદલી તથા બોજો નાખવાના કામ સંદર્ભે તે અવારનવાર આરટીઓ ઓફિસમાં જતા હોય છે. આ પ્રકારના કામ માટે ફરિયાદીએ પાલનપુર આરટીઓ ઈન્સ્પેક્ટર અંકિતકુમાર એન. પંચાલનો સંપર્ક સાંધ્યો હતો. પંચાલે પોતાના વચેટીયા આરોપી (ખાનગી વ્યક્તિ) ભરત જે.પટેલને બિલ પેટે રૂ. 11,700 આપી દેવા કહ્યું હતું.

બીજી તરફ ફરિયાદી બિલના નાણાં ચુકવતો ન હતો. આથી ઈન્સ્પેક્ટરે ફરિયાદીના બિલ ત્રણ દિવસથી અટકાવી રાખ્યા હતા. તેમણે ફરિયાદીને આ રકમ પોતાના વચેટીયા ભરત પટેલને આપે તો જ કામ થશે, તેમ કહી દીધું હતું.

બીજીતરફ ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ 7 માર્ચના રોજ પાલનપુર ગઠામણ દરવાજા પાસે જાહેર રોડ પર છટકું ગોઠવ્યું હતું. જેમાં ભરત પટેલ અને આરટીઓ ઈન્સ્પેક્ટર  અંકિતકુમાર પંચાલ લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

બે દિવસ અગાઉ પણ બે આરટીઓ એજન્ટ લાંચ લેતા ઝડપાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :ભારત સરકારે લશ્કર-એ-તોઈબાનો સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો

આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો