Not Set/ નર્મદાનું પાણી મેળવવા હવે, કરવી પડશે સરકારને અરજી …. આ છે છેલ્લી તારીખ

સરકાર પાણી માટેનો કાયદાઓ વધારે કડક કરી રહી છે. હવેથી, સરકાર જરૂર વગર પાણી નહિ આપે. આમ પણ વરસાદ ઓછો થયો હોવાના કારણે નર્મદા ડેમમાં પણ પાણીની અછત છે. નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી કરતા લોકોની હવે ખેર નથી. સરકાર નર્મદા કેનાલમાંથી પાણી ચોરી રોકવા માટે ગંભીર પગલાંઓ લઇ રહી છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું […]

Top Stories Gujarat
Sardar Sarovar Canal with flow નર્મદાનું પાણી મેળવવા હવે, કરવી પડશે સરકારને અરજી .... આ છે છેલ્લી તારીખ

સરકાર પાણી માટેનો કાયદાઓ વધારે કડક કરી રહી છે. હવેથી, સરકાર જરૂર વગર પાણી નહિ આપે. આમ પણ વરસાદ ઓછો થયો હોવાના કારણે નર્મદા ડેમમાં પણ પાણીની અછત છે. નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી કરતા લોકોની હવે ખેર નથી. સરકાર નર્મદા કેનાલમાંથી પાણી ચોરી રોકવા માટે ગંભીર પગલાંઓ લઇ રહી છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે  કે, જે ખેડૂતોને નર્મદાના પાણીની જરૂર હોય, તેઓ 5 નવેમ્બર સુધીમાં અરજી કરી શકે છે. જે વિસ્તારમાં 50% ખેડૂતોએ પાણીની માંગ કરી હશે, તે જ વિસ્તારમાં નર્મદાનું પાણી મળશે.

નર્મદા કેનાલ માંથી પાણી ચોરી ની ફરિયાદોમાં વધારો થતા સરકારે કડક કાયદો બનાવવા માટેની કવાયત હાથ ધરી છે. ઉપરાંત સરકારે ખાતરી આપી છે કે, શિયાળુ પાક માટે નર્મદા કેનાલ માંથી પાણી મળશે.