Not Set/ વાંદરાઓએ પથ્થરમારો કરતા વૃદ્ધનું થયું મૃત્યુ, પરિવારે એફઆઈઆર નોંધવા કરી માંગ

વાંદરાના તોફાનથી સૌ કોઈ પરિચિત હોય ચેહ તેમાં કોઈ નવાઈ નથી પરંતુ ઉત્તર પ્રદેશમાં એક હેરાનીમાં મૂકી દે એવો મામલો સામે આવ્યો છે. વાંદરાએ એક વ્યક્તિ પર પથ્થરથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી છે. આ મ્મલે પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ ચેહ કારણ કે મૃતકના પરિવારે વાંદરાઓ વિરુદ્ધ એફઆઈઆર કરવાની  માંગ કરી છે. સુત્રોના જણાવ્યા […]

Top Stories India Trending
mon વાંદરાઓએ પથ્થરમારો કરતા વૃદ્ધનું થયું મૃત્યુ, પરિવારે એફઆઈઆર નોંધવા કરી માંગ

વાંદરાના તોફાનથી સૌ કોઈ પરિચિત હોય ચેહ તેમાં કોઈ નવાઈ નથી પરંતુ ઉત્તર પ્રદેશમાં એક હેરાનીમાં મૂકી દે એવો મામલો સામે આવ્યો છે. વાંદરાએ એક વ્યક્તિ પર પથ્થરથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી છે.

આ મ્મલે પોલીસની મુશ્કેલીઓ વધી ગઈ ચેહ કારણ કે મૃતકના પરિવારે વાંદરાઓ વિરુદ્ધ એફઆઈઆર કરવાની  માંગ કરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશના બાગપત જીલ્લામાં ગુરુવારે એક ૭૨ વર્ષીય વૃદ્ધની વાંદરાઓએ પથ્થરનો હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. વાંદરાઓએ આ વૃદ્ધ પર ઈંટ અને પથ્થરથી હુમલો કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે વાંદરાઓએ તે સમયે ૭૨ વર્ષીય વૃદ્ધ ધર્મપાલ સિંહ પર હુમલો કર્યો હતો જયારે તેઓ હવન માટે લાકડીઓ ભેગી કરી રહ્યા હતા. તે દરમ્યાન પોલીસે તેમના માથા અને છાતી પર ઈંટ અને પથ્થરથી હુમલો કર્યો હતો.

આ મામલે પોલીસ ઓફિસર ચિતવન સિંહે જણાવ્યું હતું કે મૃતકના પરિવારજનોએ વાંદરાઓ સામે પોલીસ એફઆઈઆર નોંધવા કહ્યું છે પરંતુ તે કેવી રીતે શક્ય છે. જો અમે આ કરીશું તો લોકો અમારી મશ્કરી કરશે.

તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના ઘણા જીલ્લામાં વાંદરાઓએ આતંક મચાવી દીધો છે. ઘણી જગ્યાએ વાંદરાઓને લીધે ખેડૂત ખેતી પણ નથી કરી શકતા.