મેક્સિકો
મધ્ય મેક્સિકોના ટૂલપેટિક શહેરમાં એક ફટાકડાના ગોદાઉનમાં એકપછી સતત વિસ્ફોટ થતા તેમાં 19લોકોની ઝીંદગી હોમાઈ ગઈ. વિસ્ફોતો એટલા ભયાનક હતાં લોકોને બચવા માટે એક મોકો પણ નહતો મળ્યો. કેટલાક લોકોના મોત એક બીજાને બચાવવામાં પણ થઇ ગયા હતાં. આ મૃતકોમાં ફાયરબ્રિગેડની બચાવ ટુકડીના લોકો પણ સામેલ હતાં.
એક ન્યૂઝ એજન્સી પ્રમાણે આ દુર્ઘટનામાં 19 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 49 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મૃતકોમાં ફાયરબ્રિગેડની બચાવ ટુકડીના બે લોકો પણ સામેલ છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ ટૂલપેટિક ધમાકો સવારના લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ થયો હતો અને આગ બીજા ગોદાઉનમાં ફેલાઈ ગઈ હતી. મહત્વનું છે કે જ્યારે પહેલો વિસ્ફોટ થયો તો લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતાં. આ દરમિયાન ફેક્ટરીમાં બીજો વિસ્ફોટ પણ થયો હતો. જેના કારણે ઘણાં લોકો માર્યા ગયા હતાં.
મેક્સિકો સિટીના ઉતરમાં સ્થિત લગભગ 65,000ની વસ્તી ધરાવતું ટૂલપેટિક શહેર ફટાકડાઓ ના ઉત્પાદન માટે ખુબ જ જાણીતું છે અને ભયંકર દુર્ઘટનાઓનો ઈતિહાસ રહ્યો છે. આ શહેરના ઘણાં લોકો ફટાકડા બનાવીને પોતાની રોજગારી મેળવતા હતાં. અહીંય વિસ્ફોટ થવા નવી વાત નથી. જેના કારણે ફટાકડા ફેક્ટરીમાં સુરક્ષા અને નોંધણી પર હંમેશા સવાલો રહ્યાં કરે છે. આ ખાસ મુદ્દાઓ પર ધ્યાન ન આપતાં આ પહેલા પણ ઘણાં જીવલેણ દૂર્ઘટના ઘટી છે.