દિલ્હી/ અક્ષરધામ મેટ્રો સ્ટેશનની ટેરેસ પર ચઢી છોકરીએ લગાવી મોતની છલાંગ, -પોલીસે આ રીતે બચાવ્યો જીવ

પરંતુ મેટ્રો સ્ટેશન પરયુવતીના દીવાલ ઉપરથી મોતની છલાંગ લગાવતા હાજર બધા જ સ્તબ્ધ બની ગયા હતા. પરંતુ CISF-પોલીસની સમજણને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો.

Top Stories India
જેલ 16 અક્ષરધામ મેટ્રો સ્ટેશનની ટેરેસ પર ચઢી છોકરીએ લગાવી મોતની છલાંગ, -પોલીસે આ રીતે બચાવ્યો જીવ

દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર સવારે હડકંપ મચી ગ્યો હતો. સવારે 7:28 મિનિટ પર સીઆઈએસએફની ક્વીક રિએક્શન ટીમના લિવમેન્ટ્સમાં જોવા મળ્યું હતું કે એક છોકરી મેટ્રો સ્ટેશનની દિવાલ પર ચઢી છે અને મોતની છલાંગ લાગવાના પ્રયાસ કરી રહી છે. સીઆઈએસએફના જવાનો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

પરંતુ મેટ્રો સ્ટેશન પરયુવતીના દીવાલ ઉપરથી મોતની છલાંગ લગાવતા હાજર બધા જ સ્તબ્ધ બની ગયા હતા. પરંતુ CISF-પોલીસની સમજણને કારણે યુવતીનો જીવ બચી ગયો હતો.

વાસ્તવમાં, દિલ્હીના અક્ષરધામ મેટ્રો સ્ટેશન પર સવારે 7.28 વાગ્યે હંગામો મચી ગયો હતો, જ્યારે CISF જવાનોએ એક છોકરીને મેટ્રો સ્ટેશનની દિવાલ પર ચડીને કૂદવાનો પ્રયાસ કરતી જોઈ હતી.

આ પછી, જ્યારે CISF જવાનોએ છોકરીને  સ્ટેશનની ટેરેસ પર જોતાં તેમના હોશકોશ ઊડી ગયા હતા. આસપાસ હાજર સૈનિકોએ છોકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તે દિવાલ પરથી ઉતરી જાય, પરંતુ છોકરી તેઓની વાત માનવા રાજી ન થઈ.

metro 234 અક્ષરધામ મેટ્રો સ્ટેશનની ટેરેસ પર ચઢી છોકરીએ લગાવી મોતની છલાંગ, -પોલીસે આ રીતે બચાવ્યો જીવ

સીઆઈએસએફ જવાન યુવતીને વાતોમાં ગૂંચવતા હતા, બીજી તરફ સીઆઈએસએફના જવાનો દિવાલ નીચે ચાદર લઈને પહોંચ્યા હતા જેથી યુવતી કૂદીને નીચે પડી જાય તો ચાદરની મદદથી તેને બચાવી લેવામાં આવે, બીજી તરફ સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સને પણ બોલાવી લેવામાં આવી હતી.

સીઆઈએસએફના જવાનો ત્યાં છોકરીને સમજાવવાનો પ્રયાસ કરતા હતા. અને છોકરી દિવાલ પરથી કૂદી ગઈ. દિવાલની બીજી બાજુ ચાદર સાથે ઉભેલા સૈનિકોએ તેને પકડી લીધો. આ પછી બાળકીને તાત્કાલિક લાલ બહાદુર હોસ્પિટલમાં લઈ જવામાં આવી. બાળકીના પગમાં ઈજા થઈ છે, આ સિવાય શરીરના કેટલાક ભાગોમાં પણ ઈજા થઈ છે. પણ ક્યાંયથી લોહી નીકળતું નથી. યુવતીની હાલત હાલ સારી છે.

Modern Slavery/ ભારતમાં 80 લાખ લોકો આધુનિક ગુલામીમાં જીવી રહ્યા છે, આ સંખ્યા વિશ્વની સૌથી મોટી સંખ્યા છે