Hardeep Singh Nijjar Murder/ હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ‘ગુપ્ત મેમો’ જારી કરવાના આરોપને ભારતે નકારી કાઢ્યો

ભારત સરકારે રવિવારે શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ ગુપ્ત મેમો જારી કરવાના અહેવાલને ખોટો અને બનાવટી ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું

Top Stories India
YouTube Thumbnail 2023 12 11T111305.633 હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે 'ગુપ્ત મેમો' જારી કરવાના આરોપને ભારતે નકારી કાઢ્યો

ભારત સરકારે રવિવારે શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ ગુપ્ત મેમો જારી કરવાના અહેવાલને ખોટો અને બનાવટી ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ રિપોર્ટ ભારત વિરુદ્ધ સતત પ્રચાર અભિયાનનો એક ભાગ છે. નવી દિલ્હીએ હરદીપ સિંહ નિજ્જર સહિત કેટલાક શીખ અલગતાવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉત્તર અમેરિકાના દૂતાવાસોને ગોપનીય પત્રો જારી કર્યા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ કહ્યું કે આવો કોઈ પત્ર  જારી કરવામાં આવ્યો નથી. આવા સમાચાર ખોટા અને સંપૂર્ણપણે બનાવટી છે.બાગચીએ કહ્યું કે જે સંસ્થાએ આ રિપોર્ટ બહાર પાડ્યો છે તે પાકિસ્તાની જાસૂસી એજન્સી દ્વારા ફેલાવવામાં આવેલા નકલી નિવેદનોને પ્રચાર કરવા માટે જાણીતી છે. સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 જૂને ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.

નિજ્જરની ગુરુદ્વારાની બહાર હત્યા કરવામાં આવી હતી

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ભારતમાં વોન્ટેડ હતો, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ તેના પર રોકડ ઈનામની જાહેરાત કરી હતી. પંજાબના જલંધરના ભરસિંહપુર ગામનો રહેવાસી નિજ્જર કેનેડાના સરેમાં રહેતો હતો અને NIA દ્વારા તેને ‘ભાગેડુ’ જાહેર કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો:india politics/છત્તીસગઢના CM બન્યા બાદ વિષ્ણુ દેવ સાયનું પહેલું નિવેદન આવ્યું સામે, તેઓ આ પહેલા કરશે કામ

આ પણ વાંચો:Uttar Pradesh/માયાવતીની મોટી જાહેરાત, BSPમાં ‘આકાશ આનંદ’ને મળી મોટી જવાબદારી!