Not Set/ “બચનાં ઓ લૂંટેરો, લો મેં આગયા” મોદીની વાપસી સાથે લૂંટારૂઓનાં ગળાનો ફાંસલો તંગ

દેશનાં કોઇ ગદ્દારોને છોડવામાં નહી આવે….પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારીઓને જેલનાં ઉંબરે તો લાવી જ દીધા છે. 23 પછી અંદર પણ જશે… આ વચન છે PM મોદીનાં. અને મારુ વચન એજ મારુ શાસન તેવું જાણે પુરવાર કરવામાં આવતું હોય. સત્તાનાં સૂત્રો બીજીવાર સંભાળ્યા પૂર્વે જ ED દ્રારા રોબર્ટ વાડ્રાનાં જામીન રદ કરવા માટેની કોર્ટમાં આરજી કરવામાં આવી […]

Top Stories India
pjimage 7 2 "બચનાં ઓ લૂંટેરો, લો મેં આગયા" મોદીની વાપસી સાથે લૂંટારૂઓનાં ગળાનો ફાંસલો તંગ

દેશનાં કોઇ ગદ્દારોને છોડવામાં નહી આવે….પાંચ વર્ષમાં ભ્રષ્ટાચારીઓને જેલનાં ઉંબરે તો લાવી જ દીધા છે. 23 પછી અંદર પણ જશે… આ વચન છે PM મોદીનાં. અને મારુ વચન એજ મારુ શાસન તેવું જાણે પુરવાર કરવામાં આવતું હોય. સત્તાનાં સૂત્રો બીજીવાર સંભાળ્યા પૂર્વે જ ED દ્રારા રોબર્ટ વાડ્રાનાં જામીન રદ કરવા માટેની કોર્ટમાં આરજી કરવામાં આવી છે.ત્યારે લાગી રહ્યું છે કે નામદાર પરિવારનાં જમાઇની મુશ્કેલીએ આવનારા સમયમાં ચોક્કસ વધતી દેખાશે.

રોબર્ટ વાડ્રા કરી રહ્યા છે EDની તપાસનો સામનો

robert vadra "બચનાં ઓ લૂંટેરો, લો મેં આગયા" મોદીની વાપસી સાથે લૂંટારૂઓનાં ગળાનો ફાંસલો તંગ

આપને જણાવી દઇએ કે બેનામી સંપત્તિનાં કેસમાં કોંગ્રેસનાં સર્વોપરી ગાંધી પરિવારનાં જમાઇ રોબર્ટ વાડ્રાની થોડા સમય પૂર્વે જ લંડનથી પરત આવતાની સાથે જ ઘરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ મહા મેહનતે હાલ રોબર્ટ જામીન પર છે. અને આ કેસમાં EDની તપાસનો સામનો કરી રહ્યા છે.

રોબર્ટ વાડ્રાનાં જામીન રદ કરવાની અરજી

Robert Vadra EPS "બચનાં ઓ લૂંટેરો, લો મેં આગયા" મોદીની વાપસી સાથે લૂંટારૂઓનાં ગળાનો ફાંસલો તંગ

ED દ્રારા સ્પેશીયલ કોર્ટમાં રોબર્ટનાં જામીન રદ કરવાની અરજી કરવામાં આવી છે અને કાયદાનાં નિષ્ણાંતોનું માનવું છે કે આ મામલાને કોર્ટ ઝડપથી નજરે લઇ સોમવારે સુનાવણી કરી શકે છે. રોબર્ટ વાડ્રાનેે કોર્ટ દ્રારા ધરપક્ડ બાદ લાંબી પુછપરછનાં આંતે 1 એપ્રિલે જામીન મુક્ત કરવામાં આવ્યા હતા. જામીનની શરતો અનુસાર સરકારી તંત્રને જાણ કર્યા સિવાય દેશ બહાર જવાની રોબર્ટ વાડ્રાને મનાય ફરમાવવામાં આવી હતી.