New Delhi News: ભારત સરકારે લશ્કર-એ-તોઈબા આતંકવાદી સંગઠનનો સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને ગેરકાયદેસર પ્રવૃતિઓ પ્રતિબંધક ધારા (UAPA) હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. કાસિમ હાલ પીઓકેમાં રહે છે.
ગૃહ મંત્રાલયે આદેશ જારી કરતાં કહ્યું કે મોહમ્મદ કાસિમ ગુજ્જર ઉર્ફે ‘સલમાન’ ઉર્ફે ‘સુલેમાન’ (32 વર્ષ)ને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. કારણ કે તે લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓથી જોડાયેલો છે. તે ડ્રોન દ્વારા હથિયારો, દારૂગોળો, IED સહિતની ઘણી આતંકવાદી ઘટનાઓમાં પણ તે સંડોવાયેલો છે. તે સામાન્ય રીતે અંગરાલા, તહસીલ મહોર, જીલ્લા રિયાસી, જમ્મુ વિસ્તારમાં રહેતો જોવા મળ્યો છે અને હાલમાં તે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (POK) માં રહે છે.
Ministry of Home Affairs (MHA) declares Lashkar-e-Taiba member Mohammad Qasim Gujjar, presently residing in Pakistan Occupied Kashmir, as a terrorist under the Unlawful Activities (Prevention) Act, 1967. pic.twitter.com/D8AjkPxXYM
— ANI (@ANI) March 7, 2024
અગાઉ ફેબ્રુઆરીમાં, સરકારે મુસ્લિમ કોન્ફરન્સ જમ્મુ અને કાશ્મીરના બે જૂથો પર ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને પાકિસ્તાન તરફી પ્રચારમાં જોડાવા બદલ પાંચ વર્ષ માટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કહ્યું કે, આ બંને જૂથો લોકો પર ચૂંટણીમાં ભાગ ન લેવા માટે દબાણ પણ કરતા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર આતંકવાદને જડમૂળથી સફાયો કરવા માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોય તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને X પર પોસ્ટ શેર કરતા કહ્યું છે કે મુસ્લિમ કોન્ફ્રેન્સ જમ્મુ-કાશ્મીર જૂથને ગેરકાયદે ઠરાવ્યું છે. આ સંગઠનો દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ છે.
આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ
આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો
આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો