રાશન કૌભાંડ/ પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડ કેસમાં  EDની ટીમે TMC નેતા શંકરની ધરપકડ કરી

EDની ટીમ ટીમસી રાશન કૌભાંડ કેસમાં નેતા શંકરની ધરપકડ કરી રહી હતી ત્યારે નેતાના સમર્થકોએ ઇડી અધિકારીઓને રોકવાનો પ્રયાસ કરતા હુમલો કરવામાં આવ્યો હતો.

Top Stories India
NvvPgfJW5VceurvAEBDXSR8Lg51j5ZVfQtu4Da5B પશ્ચિમ બંગાળમાં રાશન કૌભાંડ કેસમાં  EDની ટીમે TMC નેતા શંકરની ધરપકડ કરી

દેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દ્વારા દરોડા પાડો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. EDએ પશ્ચિમ બંગાળમાં TMC નેતા શંકર આધ્યાની રાશન કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. ગઈકાલે EDની ટીમ  TMC નેતાની ધરપકડ કરવા ગઈ હતી ત્યારે ટોળા દ્વારા ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઈડીના અધિકારીઓને ઇજા પંહોચી હતી. EDની ટીમ પર કરવામાં આવેલ હુમલામાં ટોળાને ઉશ્કેરવા પાછળ શેખ અને તેના સહયોગીઓનો હાથ હોવાની શંકા સેવાઈ રહી છે.

EDની ટીમે TMC નેતા શંકરની ધરપકડ કર્યા બાદ પૂછપરછ માટે કોલકાતામાં ED હેડક્વાર્ટરમાં લાવી છે. જો કે ટીએમસી નેતાની ધરપકડ કરવા ગયેલી EDની ટીમ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. EDની ટીમે દરોડા પાડો ઓપરેશન હાથ ધર્યું હતું જે અંતર્ગત ગઈકાલે ટીએમસી નેતા અને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આધ્યાના ઘરે પંહોચી હતી. ટીએમસી નેતા શંકર આધ્યાના ઘર ઉપરાંત તેમના સાસરીયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં EDની ટીમને નેતાના ઘરેથી રોકડ રકમ સાડા આઠા લાખ રૂપિયા ઉપરાંત મહત્વપૂર્ણ દસ્તાવેજો મળ્યા હતા. જેના બાદ ટીમ દ્વારા તેમની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન EDની ટીમ ટોળાના હુમલાનો શિકાર બની.

EDની ટીમ ટીમસી નેતા શંકરની ધરપકડ કરી રહી હતી ત્યારે નેતાના સમર્થકોએ ઇડી અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના વાહન પર ઇંટો અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. કહેવાતા સમર્થકો દ્વારા ટીમ પર હુમલો થતા  CRPF જવાનોની મદદ લેવામાં આવી અને TMC નેતાને કોલકાતા લાવવામાં આવ્યા.

એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે અમારી ટીમ શુક્રવારે પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં દરોડા પાડવા પંહોચી ત્યારે ટોળા દ્વારા કરવામાં આવેલ હુમલામાં તેમના અધિકારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમજ કેટલાક તોફાની તત્વો દ્વારા ટીમના સભ્યોના મોબાઈલ ફોન અને પાકીટ જેવી વસ્તુઓ લૂંટી લેવામાં આવી હતી. ફેડરલ એજન્સીએ જણાવ્યું કે ટોળું ઈડી અધિકારીઓને મારવાના ઈરાદે આગળ વધી રહ્યું હતું. હતું આથી અધિકારીઓએ તેમના જીવ બચાવવા માટે શોધ કર્યા વિના ઘટનાસ્થળેથી ભાગી જવું પડ્યું હતું, કારણ કે ભીડ “ખૂબ જ હિંસક” બની ગઈ હતી અને અધિકારીઓને તેમની સત્તાવાર ફરજો નિભાવતા અટકાવવા માટે પીછો પણ કર્યો હતો. આ મામલે ફેડરલ એજન્સીએ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.