Not Set/ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસના તપાસ અધિકારી IPS રજનીશ રાયનું રાજીનામું

અમદાવાદ: ગુજરાતમાં થયેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ત્રણ IPS અધિકારીઓની ધરપકડ કરનાર આઈપીએસ રજનીશ રાયે રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેઓ હાલ આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં CRPFમાં ફરજ બજાવી રહ્યા હતાં. રજનીશ રાય 1992 બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. અત્રે મહત્વની વાત એ છે કે, તેમણે ગુજરાત બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં પણ તેમણે સાથી […]

Top Stories Ahmedabad Gujarat India Trending
Sohrabuddin Case investigator IPS officer Rajnish Rai Resign

અમદાવાદ: ગુજરાતમાં થયેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં ત્રણ IPS અધિકારીઓની ધરપકડ કરનાર આઈપીએસ રજનીશ રાયે રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેઓ હાલ આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં CRPFમાં ફરજ બજાવી રહ્યા હતાં.

રજનીશ રાય 1992 બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી છે. અત્રે મહત્વની વાત એ છે કે, તેમણે ગુજરાત બહુચર્ચિત સોહરાબુદ્દીન કેસમાં પણ તેમણે સાથી અધિકારીઓની ધરપકડ કરી હતી ત્યારે તેઓ ચર્ચામાં આવી ગયા હતાં. આ ઉપરાંત આસામમાં તેમની ફરજ દરમિયાન તેમણે આસામમાં ચાલતી અથડામણને ખોટી ગણાવી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રજનીશ રાય અને સતિષ વર્માની ગુજરાતમાંથી બદલી કરીને દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા હતા. આ બંને 1992 બેચના આઈપીએસ અધિકારીઓ હતાં.

ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયને એડીજીમાં બઢતી આપવામાં આવી ન હતી. આઈપીએસ રજનીશ રાયને બઢતી આપવી હોય તો તેમને ગુજરાત કેડરમાં પાછા લાવવા પડે અને એડીજીમાં પણ બઢતી આપવી પડે તે જરૂરી હોય છે. જો કે ચાલતી ચર્ચા મુજબ રજનીશ રાયને એડીજીના પદ પર બઢતી નહીં આપવા માટે જ તેમને ચાર્જશીટ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી તેમને આસામમાં મૂકવામાં આવ્યા હતા. જ્યાં તેમણે ચાલતી અથડામણને ખોટી ગણાવી હતી. જેથી તેમની આસામમાંથી બદલી કરીને તેમને ઝારખંડના જદુગુડા ક્ષેત્રમાં સીઆરપીએફના ઇન્સ્પેકટર જનરલ (આઈજી) અને યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે નિમણુક કરવામાં આવી હતી.

આ પછી ત્યાંથી તેમની બદલી કરીને તેમને આંધ્રપ્રદેશના ચિત્તૂર ખાતે સીઆરપીએફના ઇન્સ્પેકટર જનરલ (આઈજી) તરીકે નિમણુક કરવામાં આવી હતી.