Not Set/ મોરબીમાં ” રઇશ ” ફિલ્મના દ્રશ્યો સર્જાયા, વાંચો બુટલેગર કઈ રીતે દારૂ લાવી રહ્યો હતો

બોલીવુડની જાણીતી ફિલ્મ ” રઈશ ” માં જેમ શાહરુખ ખાનને લિકર કિંગ તરીકે દેખાડવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે રસ્તાઓ અપનાવતો ફિલ્મની અંદર દેખાય છે તેવા જ દ્રશ્યો ગુજરાતના મોરબીમાંથી સામે આવ્યા છે. ભેજાભાજ બુટલેગરએ રાજ્યમાં દારૂનો જથ્થો લાવવા માટે કોલસાની આડ બનાવીને ઈગ્લિસ દારૂનો જથ્થો મોરબીમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા સ્થાનિક પોલીસે તે […]

Gujarat
daru મોરબીમાં " રઇશ " ફિલ્મના દ્રશ્યો સર્જાયા, વાંચો બુટલેગર કઈ રીતે દારૂ લાવી રહ્યો હતો

બોલીવુડની જાણીતી ફિલ્મ ” રઈશ ” માં જેમ શાહરુખ ખાનને લિકર કિંગ તરીકે દેખાડવામાં આવ્યો છે. ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે રસ્તાઓ અપનાવતો ફિલ્મની અંદર દેખાય છે તેવા જ દ્રશ્યો ગુજરાતના મોરબીમાંથી સામે આવ્યા છે. ભેજાભાજ બુટલેગરએ રાજ્યમાં દારૂનો જથ્થો લાવવા માટે કોલસાની આડ બનાવીને ઈગ્લિસ દારૂનો જથ્થો મોરબીમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા સ્થાનિક પોલીસે તે બુટલેગરની પ્લાનિંગને નિષ્ફળ બનાવી દીધું હતું.

બનાવની વિગત એવી છે કે મોરબીમાં ટ્રકમાં કોલસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જેમાં એ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કોલસા ભરેલો ટ્રક અટકવતા ડ્રાઇવર અને ક્લીનર નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે ટ્રકની તલાસી લેતા કોલસા હેઠળ છુપાવેલો રૂ.3.24 લાખનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. આથી, પોલીસે દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફ રવાપર ચોકડીથી લીલાપર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન આર.જે.4 જી.એ.3677 નબરનો કોલસા ભરેલો ટ્રક પસાર થતા પોલીસે એ ટ્રકને અટકાવી ડ્રાઇવર અને ક્લીનર પાસે કાગળો માંગ્યા હતા. આથી ટ્રક રોડની સાઈડમાં ઉભો રાખવાનું કહીને ટ્રકને ત્યાં જ મૂકી ડ્રાઇવર ક્લીનર મુઠીઓ વાળીને ભાગી છૂટ્યા હતા.

એ ડિવિઝન પોલીસે બાદમાં આ ટ્રકને પોલીસ મથકે લાવીને તલાશી લીધી હતી. આથી ટ્રકમાં કોલસાની નીચે છુપાવેલો 1080 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. કોલસાની આડમાં રૂ.3.24 લાખનો વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે હાલ દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ દારૂ ક્યાંથી ભરીને કોને આપવાનો હતો તે જાણવા મથામણ શરૂ કરી છે.